તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજ્ય કક્ષાની સ્પર્ધા : બે દિવસીય કરાટે સ્પર્ધામાં 450 ખેલાડીઓએ ભાગ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય કક્ષાની સ્પર્ધા : બે દિવસીય કરાટે સ્પર્ધામાં 450 ખેલાડીઓએ ભાગ લીધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર| હિમતનગરનારમત-ગમત સંકુલ ખાતે રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધા બે દિવસ યોજાઈ હતી. જેમાં રાજ્યના 20 જીલ્લામાંથી 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

જુજારસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, હિમતનગરના રમત-ગમત સંકુલ ખાતે બે દિવસીય રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમાં રાજ્યના 20 જીલ્લામાંથી 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં 6 વર્ષથી માંડીને 18 વર્ષ અને તેથી વધુ ઉમરના ખેલાડીઓનો સમાવેશ થાય છે. શનિવારે સ્પર્ધાની શરૂઆત થઇ હતી અને રવિવારે સાંજે પુર્ણાહૂતિ થઇ હતી. સ્પર્ધામાં નાની ઉમરથી માંડીને મોટી ઉમરના ખેલાડીઓએ કાતા અને કુમીતે રજુ કર્યું હતું. જેમાં વિજય થયેલા 25 યુવતીઓ અને 30 યુવકો મળી 55 ખેલાડીઓ નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં પસંદગી પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો