તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુરૂવંદના કાર્યક્રમમાં સા.કાં અરવલ્લીના 42 શિક્ષકોનું સન્માન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂવંદના કાર્યક્રમમાં સા.કાં-અરવલ્લીના 42 શિક્ષકોનું સન્માન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠાઅરવલ્લી જીલ્લામાં 5મી સપ્ટેમ્બરે શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે 42 જેટલા શિક્ષકોનું સન્માન કરાયુ હતું. જેમાં પ્રાથમિક શાળાઓના ભુતપૂર્વ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં આચાર્ય કે.ટી. પોરાણીયા, ડો. નિશાંતભાઇ ઓઝા, ઉષાબેન ગામીતના જણાવ્યા અનુસાર સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં શિક્ષક તરીકે પ્રાથમિક શાળાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.અેસ. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડાયટ ન્યૂઝ લેટરનું વિમોચન કરાયુ હતું. જેમાં વિજયનગર તાલુકાના સારોલી પ્રાથમિક શાળાના શ્રેણિક કચરાલાલ શાહ, લેટી પ્રા. શાળા 1 ના કમલેશભાઇ પટેલ, રામપુર પ્રા. શાળાના ધર્મેન્દ્ર પ્રજાપતિનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાતાં વિજયનગર સી.આર.સી. ડો. કે.બી. શાહ, સી.આર.સી. ગણપતભાઇ બોદર, કમજીભાઇ ડામોર, પ્રકાશભાઇ પટેલે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો