તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મૃત પશુ ઉપાડવાની ના પાડતાં દલિતોને બહિષ્કારની ચીમકી, 13 વિરૂધ્ધ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત પશુ ઉપાડવાની ના પાડતાં દલિતોને બહિષ્કારની ચીમકી, 13 વિરૂધ્ધ ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના મોટી ઢબાલ ગામમાં મૃત પશુ ઉપાડવાની બે દલિતોએ ના પાડતા દૂધ મંડળીએ ભેગા થયેલા ગામલોકોએ સામાજીક બહિષ્કારની ચીમકી આપી અપમાનિત કર્યા હતાં. અંગે 13 સામે ફરિયાદ થઇ છે.

મોટી ઢબાલના નવાવાસમાં રહેતા શૈલેષ પશાભાઇએ મંગળવારે રાત્રે બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. શૈલેષભાઇના કાકાના દીકરા લલિતભાઇ અને બાબુભાઇ મંગળવારે ગામમાં ગયા ત્યારે તેમણે ગામના રહીશ બજેસિંહ રહેવરની ગાયનું મૃત વાછરડું ખેંચવાની ના પાડી હતી આથી, બજેસિંહ અને તેના બે પૂત્રો જયેન્દ્રસિંહ તેમજ ગણપતસિંહે તેમને અપમાનિત કર્યા હતાં. બીજા દિવસે બુધવારે દૂધ મંડળીએ ગામના દરબારોએ ભેગા થઇને શૈલેષભાઇને ત્યાં બોલાવ્યા હતાં. સમયે મનહરસિંહ રતનસિંહે એવી ધમકી આપી હતી કે, તમે મૃત પશુઓ ખેંચવાનું બંધ કરશો તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બંધ કરી દઇને તમને ગામમાંથી કાઢી મુકીશું. તમારા ઘર સળગાવી દઇશું.

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કોમલબેન રાઠોડે કહ્યું કે, આવી ધમકીઓ આપી અપમાનિત કરી મૃત પશુઓને ઉપાડવાની ફરજ પાડવામાં આવતા શૈલેષભાઇએ ફરિયાદ નોંધાવી છે.

ઉનાના સમઢીયાળામાં દલિતો અત્યાચારના પ્રત્યઘાતો શમ્યા નથી ત્યાં અહીંયા બનેલી ઘટનાથી એસપી, કલેક્ટર ગામમાં દોડી ગયા હતાં.

આરોપીને 24 કલાકમાં હાજર થવા નોટિસ : SP

અમેબંને સમાજની રજૂઆત સાંભળી, શાંતિ સમિતીની બેઠક યોજીને 13 આરોપીને 24 કલાકમાં હાજર થવા નોટિસ પાઠવી છે.

>પી.એમ.માલ(એસપી, સાબરકાંઠા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો