• Gujarati News
  • હિંમતનગર સર્વોદય નાગરિક સહકારી બેંકની 24 મીએ ચૂંટણી

હિંમતનગર સર્વોદય નાગરિક સહકારી બેંકની 24 મીએ ચૂંટણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાંઆવેલ સર્વોદય નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સોની મુદત પૂર્ણ થતા વહીવટીતંત્ર દ્વારા નવા કાયદા મુજબ 12 બેઠકની ચૂંટણી કરવા માટેનું જાહેરનામું તાજેતરમાં પ્રસિધ્ધ કરાયું હતું. જે અંતર્ગત તા. 24 મે ચૂટણી યોજવાનું જાહેર કરાયુ હતું. જેના ભાગરૂપ ઉમેદવારી પત્રોની બુધવારે ચકાસણી કરાતા મહિલા વિભાગમાં બંને બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. જેથી જરૂરપડે 10 બેઠક માટે ચૂંટણી યોજાશે.

અંગે ચૂંટણી અધિકારી અને બેંક મેનેજર આઇ. એમ. લાલાના જણાવ્યા અનુસાર સર્વોદય નાગરિક સહકારી બેંકની 12 બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં સામાન્ય વિભાગમાં 9 બેઠકો માટે 13 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી એક ઉમેદવારી પત્ર રદ થયું હતું. જેથી વિભાગમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. તેજ પ્રમાણશે અનુસંધાનપાના-8



મહિલાવિભાગમાં ચાર ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે પૈકી બે ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેથી મહિલા વિભાગના ઉમેદવારો બિનહરીફ થયા છે.

તેજ પ્રમાણે એસી. અને એસટી વિભાગમાં પણ બે ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે પૈકી એક ઉમેદવારી પત્ર ચકાસણી દરમિયાન ના મંજુર થતા બાકી રહેલા બે ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જેથી આગામી દિવસોમાં 12 પૈકી 10 બેઠક માટે બેંકના અંદાજે 8200 મતદારો મતદાન કરશે. જોકે શુક્રવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. ત્યારબાદ 24 મે ના રોજ યોજાનારી ચૂંટણીનું મતદાન મદ્રેસા હાઇસ્કૂલમાં સાંજે 4 વાગે પૂર્ણ થયા બાદ તરતજ મતગણતરી શરૂ થશે.

બેલેટપેપરથી મતદાન થશે

સર્વોદયનાગરિક સહકારી બેંકની 24 મે યોજાનાર ચૂંટણીમાં મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે.