• Gujarati News
  • પાલનપુરના પટોસણની મહિલાનું મોત, ખેડબ્રહ્માના ગાડુ ગામની મહિલા અને માલપુરના મોરડુંગરીની બાળકી

પાલનપુરના પટોસણની મહિલાનું મોત, ખેડબ્રહ્માના ગાડુ ગામની મહિલા અને માલપુરના મોરડુંગરીની બાળકી સ્વાઇન ફલૂમાં સપડાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉ.ગુ.ની વધુ એક મહિલાને સ્વાઇન ફલૂ ભરખી ગયો

હેલ્થ રિપોર્ટર.પાલનપુર, હિંમતનગર, પાટણ, ખેડબ્રહ્મા

ઉત્તરગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર હજુ યથાવત રહ્યો છે. બુધવારે રાત્રે વધુ એક મહિલાનું મોત થયું હતું. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પટોસણ ગામની મહિલાએ બુધવારે રાત્રે અમદાવાદ સિવિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે પાલનપુર સિવિલમાં દાખલ રાજસ્થાનના બે અને પાલનપુરનો એક એમ કુલ ત્રણ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગામની મહિલા અને અરવલ્લીના માલપુર તાલુકાના મોરડુંગરી ગામની બાળકી પણ સ્વાઇન ફલૂમાં સપડાતાં બંનેને અમદાવાદ ખાતે સારવાર માટે મોકલાયા હતા. પાટણની અેક મહિલાને પણ સ્વાઇન ફલૂ પોઝિટિવ જણાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

પાલનપુર તાલુકાની પટોસણ ગામની મહિલાને સ્વાઇન ફલૂના લક્ષણો જણાતાં અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં બુધવારે રાત્રે તેણીનું મોત નિપજયું હતું. અંગે જિલ્લા આરોગ્ય અધિકારી એ. એચ. આચાર્યએ જણાવ્યું કે, પટોસણની મહિલાનું સ્વાઇનફલૂથી મોત થયું છે. ગુરુવારે આરોગ્યની ટીમો દ્વારા સરવે કરાયો હતો. જોકે, અન્ય કોઇ સ્વાઇન ફલૂના લક્ષણો ધરાવતાં દર્દીઓ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બુધવાર અને ગુરુવાર એમ બે દિવસમાં કુલ 16 નવા દર્દીઓ અાવ્યા હતા. જે પૈકી રાજસ્થાનના બે અને પાલનપુરનો એક એમ કુલ ...અનુસંધાનપાન-8

ત્રણદર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પાટણ શહેરની સારથી નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષના મહિલાને શરદી ખાંસી સહીત શંકાસ્પદ સ્વાઇનફલુના લક્ષણો જણાયા હતા જેમાં તેમની તબિયત કથળતાં સારવાર માટે ધારપુર મેડીકલ કોલેજ સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં સ્વાઇનફલૂના પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યુ હતુ જેમાં તેમને પોઝિટિવ હોવાનો રીપોર્ટ આવ્યો હતો તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.મકવાણાએ જણાવ્યુ હતુ.સાબરકાંઠા-અરવલ્લીમાં માથું ઊંચક્યું

મોરડુંગરીની બાળકીને અમદાવાદ ખસેડાઇ

અરવલ્લીજિલ્લાનામાલપુર તાલુકાના મોરડુંગરી ગામની સાત વર્ષની બાળકી છેલ્લા કેટલાક દિવસોથી તાવ, શરદી અને ઉધરસથી પીડાતી હતી. જેથી તેને સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં લોહીનું પૃથ્થકરણ કરાતાં સ્વાઇન ફલૂના લક્ષણો જણાતાં બુધવારે સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી.

ગાડુગામની મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ

ખેડબ્રહ્માતાલુકાનાગાડુ ગામની 65 વર્ષની મહિલા છેલ્લા કેટલાક દિવસોથી બીમારીમાં સપડાયા હતા. જેથી પરિવારજનોએ તેમને ઇડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં તેમના લોહી અને ગળફાના નમૂનાનું પૃથ્થકરણ કરાતાં તેણીને સ્વાઇન ફલૂ થયો હોવાનું નિદાન થયું હતું. જેથી મહિલાને બુધવારે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમે ગુરુવારે ગામમાં સર્વે હાથ ધરતાં અન્ય કોઇને સ્વાઇનફલુ થયો હોવાનું જણાયું હતું.

જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનિષ ફેન્સીએ જણાવ્યુ કે ગામડાઓ તથા શહેરી વિસ્તારોમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓ ઉપર ખાસ નજર રખાય છે. દર્દીઓના સગાઓને પણ ખાસ તબીબી સુવિધા અપાઇ રહી છે.

સ્વાઇન ફ્લૂએ 2009માં 24 વ્યક્તિઓનો ભોગ લીધો હતો

બનાસકાંઠા જિલ્લો

વર્ષપોઝિટિવમોત

20093011

2013145

2015133

સાબરકાંઠા/અરવલ્લી

વર્ષપોઝિટિવમોત

200922

2013184

201561

પાટણજિલ્લો

વર્ષપોઝિટિવમોત

2009128

201341

2015123

મહેસાણાજિલ્લો

વર્ષપોઝિટિવમોત

2009133

2013237

2015154