તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સવગઢમાં સ્વચ્છતા અભિયાન દબાણો હટાવવાની કાર્યવાહી

સવગઢમાં સ્વચ્છતા અભિયાન દબાણો હટાવવાની કાર્યવાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરપાસેના સવગઢ ગામે મંગળવારથી પ્રારંભ કરાયેલ સ્વચ્છતા અભિયાન તથા જાહેર રસ્તાઓ પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી સવગઢ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવતા ગ્રામજનોએ તેમાં જોડાઇ નડતરરૂપ દબાણ દૂર કરવા સ્વેચ્છાએ સહકાર આપ્યો હતો. જેમાં ડી.ડી.ઓ. તથા ટી.ડી.ઓ. સહિત ગ્રામ પંચાયતના હોદે્દારોએ હાજરી આપી હતી.

હિંમતનગર પાસેના સવગઢ ગામે મંગળવારથી પ્રારંભ કરાયેલ સ્વચ્છતા અભિયાન તથા જાહેર રસ્તાઓ પરથી નડતરરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પાણપુર પાટીયાથી સવગઢ ગામ, હુસેનાબાદ, માલીવાડા, કિફાયતનગર સહિતના વિસ્તારોમાં સફાઇની સાથે જાહેર રસ્તાઓ પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઇ બારોટની ઉપસ્થિતિમાં સવગઢ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં તલાટી કમ મંત્રી ઇકબાલભાઇ મનસુરી, સરપંચ રશ્મિકાબેન પરમાર, તાલુકા પંચાયત સદસ્ય અતિકુરભાઇ રેવાસીયા, પાણપુર યુવક મંડળના હોદે્દારો, આંબેડકર યુવક મંડળના પ્રમુખ નરેશભાઇ પરમાર સહિત ગામના અગ્રણીઓ તથા ગ્રામજનોએ હાજરી આપી સ્વચ્છતા અભિયાન તથા દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો.

મંગળવારથી પ્રારંભ કરાયેલ અભિયાન 2જી ઓકટોમ્બર રવિવાર ગાંધી જયંતિ સુધી ચાલુ રાખવામાં આવનાર હોવાનું સરપંચે જણાવ્યુ હતું.

સવગઢ ગામે સ્વચ્છતા અભિયાન તથા જાહેર રસ્તા પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે. તસ્વીર - એ.વી.રાવલ

અન્ય સમાચારો પણ છે...