તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇડર, પ્રાંતિજ અને તલોદમાં ત્રણ દર્દીને ડેન્ગ્યુ પોઝીટીવ

ઇડર, પ્રાંતિજ અને તલોદમાં ત્રણ દર્દીને ડેન્ગ્યુ પોઝીટીવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠામાંપ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ત્યારે બુધવારે ઇડર, પ્રાંતિજ અને તલોદમાં ત્રણ દર્દીનો ડેન્ગ્યુ પોઝીટીવનો રિપોર્ટ આવતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પોળાનાશક અને જાગૃતિ અભિયાનો ચાલુ કરવામાં આવ્યા હોવા છતાં મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવતો નથી.

છેલ્લા દસ-બાર દિવસથી સાબરકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે અને બિન સરકારી આંકડો 20ને પાર કરી ગયો છે. મંગળવારે હિંમતનગરમાં ડેન્ગ્યુ પોઝીટીવના ચાર અને એક શંકાસ્પદ ડેન્ગ્યુનો દર્દી સહિત પાંચ અને વડાલીમાં પણ એક ફળીયાના પાંચ જણાને ડેન્ગ્યુ પોઝીટીવ હોવાનું બહાર આવ્યા બાદ બુધવારે સીડીએચઓ ર્ડા.મનીષ ફેન્સીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, આજે ઇડર, પ્રાંતિજ અને તલોદમાં ત્રણ દર્દીનો ડેન્ગ્યુ પોઝીટીવનો રિપોર્ટ આવ્યો છે અને તમામની સ્થિતિ સારી છે. તેમણે ઉમેર્યુ હતું કે જિલ્લામાં 26થી 2જી ઓકટોમ્બર સુધી ફરી ડ્રાઇવ શરૂ કરાઇ છે. જો કે, ડેન્ગ્યુ પોઝીટીવના કેસમાં વધારો થઇ રહ્યો હોવાથી પ્રજામાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...