હિંમતનગરમાં 72,800ની ઘરફોડ ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| ગીરધરનગરમાં વરસાદી માહોલનો ફાયદો ઉઠાવી નિશાચરોએ રૂ. 72800ની મતાની ચોરી કરવા અંગે બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

મંગળવારની રાત્રિ દરમિયાન ગીરધરનગર એસ.બી.આઇ.સોસાયટીની પાછળના ભાગમાં રહેતા ચેતનભાઇ નારાયણભાઇ દાસ રાવલ ના બંધ મકાનની જાળી અને દરવાજાનો નકૂચો તોડી ઘરની અંદર તિજોરી અને ડ્રોઅરમાંથી રૂ.45000 રોકડા અને સોનાનો દોરો તથા બુટ્ટી મળી કુલ રૂ. 72800 ની મતાની તસ્કરોએ ચોરી કરી હતી.

પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...