• Gujarati News
  • National
  • યુનિ.ના નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર પ્રાંતિજ બી એડ્ કોલેજને નોટિસ

યુનિ.ના નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર પ્રાંતિજ બી એડ્ કોલેજને નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.ની કારોબારીની બેઠકમાં નવી 4 નર્સિગ કોલેજોની મંજુરી

હેમચંદ્દાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બુધવારે બપોરના 1 કલાકે વહિવટી ભવન ખાતે કુલપતિ ર્ડો.બી.એ.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારીની બેઠકમાં પ્રાંતિજની એક્સપરીમેન્ટ બીએડ કોલેજને યુનિવર્સિટીના નિયમો વિરૂદ્ધ કરાયેલી પ્રવેશ કાર્યવાહીને લઇ નોટીસ ફટકારવામાં આવી હોવાનું તેમજ નવિન ચાર નર્સિગ કોલેજોને મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

યુનિ. ખાતે કારોબારી બેઠકમાં કુલ 56 મુદ્દાઓની ચર્ચા વિચારણાઓ કરી નિર્ણય કરાયા હતા. જ્યારે પ્રાંતિજની એુકસપરીમેન્ટ બીએડ્ કોલેજના સંચાલક મંડળ દ્વારા યુનિ.ના નિતિ-નિયમો વિરૂદ્વમાં જઇ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોવાની બાબતે નોટીસ આપવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે યુનિ.માં નર્સિય કરાયો હતો. જ્યારે યુનિ.માં નર્સિગ કોલેજ માટેની દરખાસ્ત કરેલ હિંમતનગર, રૂપાલ, ભાભર અને અન્ય કોલેજને માન્યતા આપવાનું પણ સર્વાનુમતે નક્કી કરાયુ હતું.

કારોબારી બેઠકમાં કુલપતિ ર્ડો.બી.એ.પ્રજાપતિ, કાર્યકારી કુલસચિવ ર્ડો.ડી.એન.પટેલ, કારોબારી સભ્યો શૈલેષ પટેલ, દિલીપ ચૌધરી લલીત પટેલ, જેસી પટેલ, સુધીરભાઇ, નિશિથ ભટ્ટ, જે.જે.વોરા, સંજય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...