• Gujarati News
  • National
  • અગ્રણીઓની દરમિયાનગીરી પછી સમાધાન થયા બાદ ચીફ ઓફિસરની કાર પર પથ્થર મારી કાચ તોડ્યો

અગ્રણીઓની દરમિયાનગીરી પછી સમાધાન થયા બાદ ચીફ ઓફિસરની કાર પર પથ્થર મારી કાચ તોડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરને પશુપાલકોએ પાંજરાપોળ બનાવી દીધુ હોય તેવી સ્થિતિ સર્જાઇ હોવા અંગે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ કલેક્ટર દ્વારા પાલિકાતંત્રને શહરેમાં રખડતા ઢોરની સમસ્યાથી મુક્ત કરવા સૂચના આપ્યા બાદ ચીફઓફીસર દ્વારા ગુરૂવારે રાત્રે ઢોર પકડવા શરૂ કરવામાં આવ્યા હતા. ટાવર ચોક વિસ્તારમાં 11 જેટલા ઢોર પકડી પાલિકાના પ્લોટમાં મૂક્યા બાદ તંત્ર દ્વારા ઢોર પકડવાની રાઇડ શરૂ કરવામાં આવી હોવાના સમાચાર મળી જતાં પશુ પાલકો ઉમટી પડ્યા હતા. પાલિકાકર્મીઓ અન્ય ઢોર પકડવા જતાં પશુ પાલકોએ ઢોર દોડાવી મૂક્યા હતા અને રસ્થા પર ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા.

ચીફ ઓફીસર અને પાલિકાકર્મીઓ પીછો કરતાં તેમને છાપરીયા વિસ્તારમાં ઘેરી લીધા હતા અને ગેરવર્તન કરવામાં આવ્યુ હતું. બનાવને પગલે એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસનો કાફલો આવી પહોંચતા ગંભીર બનાવ બન્યો હતો. પાલિકાતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતાની સાથે શહેરના કહેવાતાં અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને સમાધાન કરાવ્યુ હતું ગોપાલકોએ શુક્રવારથી ગાયો-ઢોર છૂટા મૂકવા બાંયધરી આપી હતી. બધુ પત્યા પછી ચીફ ઓફીસરની ગાડી પરત ફરી રહી હતી. તે દરમિયાન પથ્થર મારી ગાડીનો કાચ ફોડી નાખવામાં આવ્યો હતો. રાત્રે નવથી દોઢેક વાગ્યા દરમિયાનના ઘટનાક્રમ બાદ પણ શહેરીજનોને રખડતા ઢોરની સમસ્યામાંથી છૂટકારો મળશે કે, કેમ તે પણ એક પ્રશ્ન છે. પાલિકાતંત્રના જણાવ્યાનુસાર કલેક્ટર સ્વરૂપ.પી. મામલે મિટીંગ પણ બોલાવી છે. પશુપાલકોએ ઘેરી લઇ બદસલૂકી કરી રહ્યા હતા. તે દરમિયાન વિડીયોગ્રાફી કરી રહેલા પાલિકાકર્મીનો મોબાઇલ પડાવી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. સરકારી વાહન પર હૂમલો છતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી તેની પાછળ છેડતીની ફરિયાદ નોંધાવવાની ધમકી આપવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

હિંમતનગર શહેરમાં રખડતા ઢોર પકડવા રાત્રે પાલિકાતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી દરમિયાન ગોપાલકોએ ચીફ ઓફીસરની જીપનો કાચ પથ્થર મારી ફોડી નાખ્યો હતો.તસ્વીર અશોકરાવલ

માલધારીઓ સાથે મિટીંગ બાદ નિર્ણય લેવાશે

^શુક્રવારેમોડી સાંજે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને માલધારીઓ સાથે મીટીંગ રાખવામાં આવી છે અને રખડતા ઢોર અંગે ચર્ચા બાદ નિર્ણય લેવાશે અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.નોંધનીય છે કે, વાહનના કાચ ફૂટવા અંગે ફરિયાદ કરવા બાબતે સ્પષ્ટતા કરવાનું તેમણે ટાળ્યુ હતુ.> પાંચાભાઇમાળા, પાલિકાચીફ ઓફીસર

ઢોરના ત્રાસમાંથી મૂક્ત કરાવવા તંત્ર મક્કમ

^ગોપાલકોગમે તે કરે પરંતુ પાલિકાતંત્ર શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મૂક્ત કરાવવા મક્કમ છે.પશુઓને શહેરમાં છૂટા મૂકી દેતા પશુ માલિકો હજુ પણ નહી સમજે તો કડક કાર્યવાહી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.તમામ કાઉન્સીલરો સાથે પણ બેઠક કરવામાં આવી છે અને સાંજે જિલ્લા કલેક્ટર સાથે મીટીંગ છે તેમના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.> નીલાબેનપટેલ, પાલિકાપ્રમુખ

અન્ય સમાચારો પણ છે...