• Gujarati News
  • National
  • સા.કાં.માં 24 કલાક દરમિયાન ચાર તાલુકામાં એક ઇંચ વરસાદ

સા.કાં.માં 24 કલાક દરમિયાન ચાર તાલુકામાં એક ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત સપ્તાહ ના અંતથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયા બાદ વ્યાપક વરસાદ નોંધાઇ રહ્યો છે. બુધવારે પોશીના અને વિજયનગર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ ગુરુવારે ખેડબ્રહ્મામાં દોઢ ઇંચ અને વડાલી તાલુકામાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ચારેક દિવસથી મેઘરાજાએ જિલ્લામાં જમાવટ કરી છે અને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો રહે છે જેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે જો કે તલોદ તાલુકો હજુ તરસ્યો છે અને મોસમનો માત્ર 1ઇંચ વરસાદ નોંધાયો છે.

વડાલી

ખેડબ્રહ્મામાં ભારે વરસાદ

ખેડબ્રહ્માશહહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય બાફ અને ઉકળાટ બાદ ગુરૂવાર સવારથી વાદળછાયું વાતાવરણ થયું હતું.જે સાંજના સમયે વરસાદ વરસી પડ્યો હતો,વરસાદ વરસતાં રોડ પર પાણી ફરી વળ્યાં હતાં.

ખરાબામાં ગાયો ચરાવવા ગયેલા પિતા-પુત્ર મોતને ભેટ્યા

ભાભરપંથકમાં ગુરુવારે વીજળી સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. ત્યારે ઢેંકવાળી ગામે બપોરે ધીમીધારે વીજળી સાથે વરસાદ ચાલુ થયો હતો. ત્યાં ગામના રબારી વાઘાભાઇ રાજાભાઇ (ઉં.વ.65) અને તેમનો પુત્ર રબારી અરજણભાઇ વાઘાભાઇ (ઉં.વ.32) ગુરુવારે બપોરે ગામની સીમમાં ખરાબાની જગ્યામાં ગાયો ચરાવવા ગયા હતા. ત્યારે પોણા બે વાગે આકાશી વીજળી ત્રાટકી અને 20 ફુટના અંતરે પિતા-પુત્ર ઉપર પડી હતી. જેને લઇ પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

જિલ્લામાં પડેલો વરસાદ

તાલુકો આજનો કુલ

હિંમતનગર04 127

ઇડર 14 50

પ્રાંતિજ 05 104

તલોદ 00 26

વડાલી 30 169

ખેડબ્રહ્મા 35 196

વિજયનગર 03 71

પોશીના 12 71

અન્ય સમાચારો પણ છે...