• Gujarati News
  • National
  • હિંમતનગરના મહાસ્વચ્છતા અભિયાન એવોર્ડ મુદ્દે વિવાદ

હિંમતનગરના મહાસ્વચ્છતા અભિયાન એવોર્ડ મુદ્દે વિવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિયાનનો શ્રેય યુવા મોરચાએ લઇ લેતા કાઉસ્સીલરો અસંતોષ

યુવા મોરચાએ એવોર્ડ મેળવતા પાલિકા કાઉન્સીલરો લાલઘૂમ

હિંમતનગરખાતે બુધવારે યોજાયેલ મહાસ્વચ્છતા અભિયાનનો શ્રેય યુવા મોરચાએ લઇ લેતા દસ દિવસથી મહેનત કરી રહેલ પાલિકા કાઉન્સીલરો લાલઘૂમ થયા છે અને ભરોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે.આ અંગે પ્રદેશ કક્ષાએ પણ રજુઆત થઇ છે ત્યારે ડિસીપ્લિનરી એક્શનની રાહ જોવાઈ રહી છે.

બુધવારે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્રમોદીને ગમતો સ્વચ્છતાનો સંદેશ તેમના આગમનપૂર્વે પહોંચાડવા સાબરકાંઠા જિલ્લાની તમામ નગરપાલિકાઓ જાહેર શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ મંડળો વગેરે દ્વારા સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા પાલિકા કાઉન્સીલરો, પાલિકાકર્મીઓ દ્વારા છેલ્લા દસેક દિવસથી ભારે મહેનત કરવામાં આવી રહી હતી.અને જાગૃતિ અભિયાન ચલાવ્યા બાદ 8000 વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.શપથવિધિ પૂર્ણ થયા બાદ બધા કાઉન્સીલરો પોત પોતાના વોર્ડમાં જતા રહ્યા હતા અને દરેકે પોતાના વોર્ડમાં ત્રણ થી ચાર કલાક રહેવાનું હતું.

દરમિયાનમાં યુવા મોરચાના હોદ્દેદારો ગાંધીનગર પહોંચી ગયા હતા અને ક્લીન સીટી માટે સ્વચ્છતાનો વર્લ્ડ રેકોર્ડ કર્યાનું પ્રમાણપત્ર લઈ આવ્યા હતા.જેને પગલે ભારે વિવાદ સર્જાયો હતો અને પાલિકા કાઉન્સીલરો,પ્રમુખ વગેરેએ બાબતે વિરોધ વ્યક્ત કરી ઉગ્ર રજુઆત કરી હતી.

પાલિકા કાઉન્સીલરોએ જણાવ્યું હતું કે અમે અને કર્મચારીઓએ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી સતત મહેનત કરી 8000 વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને શ્રેય ફક્ત યુવા મોરચો કેવી રીતે લઇ શકે જાણવા મળી રહ્યા મુજબ આખાયે મામલાની પ્રદેશ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે ત્યારે જિલ્લા પ્રમુખ તથા ધારાસભ્ય દ્વારા કાર્યક્રમની સફળતાનો શ્રેય કામગીરી કરનારને મળે તે માટે હસ્તક્ષેપ કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.