તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નબળી વસુલાત કરનાર 35 તલાટીઓને નોટિસ ફટકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબળી વસુલાત કરનાર 35 તલાટીઓને નોટિસ ફટકારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીડીઓઅોએ વસુલાતની કામની સમીક્ષા કરી, કામના ખુલાસા મંગાયા

સાબરકાંઠાજિલ્લામાં જમીન મહેસુલની કામગીરીની જિલ્લા વિકાસ અધિકારીએ રીવ્યુ મિટીંગમાં સમીક્ષા કર્યા બાદ આગામી દિવસમાં જમીન મહેસુલની નબળી વસુલાત કરનાર તલાટીઓ સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઇ છે. જે અંતર્ગત તંત્ર દ્વારા 35થી વધુ તલાટીઓને કારણદર્શક નોટીસ ઇસ્યુ કરીને ખુલાસા મંગાયા છે.

માર્ચ માસના અંત સુધીમાં તમામ ગ્રામ પંચાયતોમાં જમીન મહેસુલની 100 ટકા વસુલાત કરવા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા અવારનવાર સૂચનાઓ અપાતી હોય છે, તેમ છતાં જિલ્લાના કેટલાક તલાટીઓ આવી કામગીરી કરવામાં દુર્લક્ષતા રાખતા હોય છે. તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વ્યાસની અધ્યક્ષતામાં મળેલી રીવ્યુ મીટીંગમાં તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી જમીન મહેસુલ વસુલાતની કામગીરી 100 ટકા પૂર્ણ કરવા જણાવાયુ હતું. જોકે કેટલાક તાલુકાઓમાં તલાટીઓ જમીન મહેસુલની વસુલાતમાં નબળી કામગીરી કરતા હોવાનું જણાતા તેવા તલાટીઓને મૌખિક આદેશ આપી વસુલાત પૂર્ણ કરવા જણાવાયુ છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હોવાથી કેટલાક કિસ્સાઓમાં વસુલાત નબળી થઇ છે પરંતુ તલાટીઓ પણ ફરજ પ્રત્યે નિષ્ઠા બજાવી વસુલાત કામગીરી પૂર્ણ કરે તેવી સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો