તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 10 ગામોને જોડતો ખેડતસીયા માર્ગ બિસ્માર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 ગામોને જોડતો ખેડતસીયા માર્ગ બિસ્માર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરથીખેડતસીયા જવાનો માર્ગ બિસ્માર હોવાથી 10થી વધુ ગામડાઓના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મોટા કોટડા, નવા સહિતના ગ્રામજનોએ રજૂઆત કરી છે ત્યારે સત્વરે માર્ગનું પેવરકામ હાથ ધરાય તેવી માગણી કરી છે.

અંગે રજૂઆત કરતા હિમાંશુ પટેલ, જગદીશ પટેલ સહિતનાએ જણાવ્યુ હતું કે, ઇડર, હિંમતનગર તાલુકાના 10થી વધુ ગામડાઓના લોકો ખેડતસીયા રોડ પરથી પસાર થાય છે. મોટા કોટડા નજીક માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડી જતા વાહનચાલકો તથા મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. દિવાળી બાદ મગાર્નું પેવરકામ કરવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યુ હતું, તેમ છતા હજુ સુધી ખેડતસીયા માર્ગના ગાબડા પણ પૂરવામાં આવ્યા નથી. જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. ખેડતસીયા રોડનું સમારકામ નહી કરાય તો વિસ્તારના ગામડાના લોકો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો