તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગર શાકમાર્કેટમાં 35થી વધુ દબાણો હટાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર શાકમાર્કેટમાં 35થી વધુ દબાણો હટાવાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરનામુખ્ય શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા દુકાનની બહાર ઓટલા બનાવીને શાકભાજીનું વેચાણ કરતા ખરીદી માટે આવતી મહિલાઓ તથા ગ્રાહકોને ખૂબ હાલાકી ભોગવવી પડતી હતી. જેની રજૂઆત થયા બાદ નગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓએ હરકતમાં આવી 35થી વધુ દબાણો દૂર કર્યા હતા. ભવિષ્યમાં જો કોઇ વેપારી શાકમાર્કેટમાં ગેરકાયદેસર દબાણો ઉભા કરશે તો તેવા વેપારીઓ વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરવાની ગર્ભિત ચીમકી પણ અધિકારીઓએ આપી છે.

હિંમતનગર નગરપાલિકા દ્વારા ટાવર ચોક નજીક શાકભાજીના વેચાણ માટે વેપારીઓને દુકાનો તથા સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ મોટાભાગના વેપારીઓ દુકાનમાં શાકભાજીનો સ્ટોક રાખીને વેચાણ કરવાને બદલે દુકાનના આગળના ભાગના માર્ગો પર પાકા ઓટલા બનાવીને શાકભાજીનું વેચાણ શરૂ કર્યુ હતું. શાકભાજીની ખરીદી માટે આવતી ગૃહિણીઓ તથા ગ્રાહકોની ભીડ થતા ખૂબ હાલાકી પડતી હતી. માર્ગો પર બનાવવામાં આવેલા દબાણો દૂર કરવાની રજૂઆત બાદ નગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓની ટીમ દ્વારા 35થી વધુ પાકા ઓટલા તથા અન્ય દબાણો દૂર કરી શાકમાર્કેટના માર્ગો ખૂલ્લા કર્યા હતા. અંગે વધુમાં નગરપાલિકાના અધિકારી રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, શાકમાર્કેટમાં દબાણો ઉભા કરનાર વેપારીઓ વિરૂધ્ધ સખ્તાઇ પૂર્વકના પગલા લેવાના આદેશ બાદ દબાણ શાખાના સ્ટાફ દ્વારા 35થી વધુ પાકા ઓટલા તોડી પાડવામાં આવ્યા છે. શહેરના મુખ્ય શાકમાર્કેટમાં ખરીદી માટે આવતા ગ્રાહકો તથા ગૃહિણીઓને કોઇ મુશ્કેલી પડે તે માટે સિકયુરીટી સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

દુકાનની બહાર ઓટલા બનાવીને શાકભાજીનું વેચાણ, ગ્રાહકોને હાલાકી ભોગવવી પડતી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો