• Gujarati News
  • National
  • સરડોઇ હિંમતનગર બસના તમામ રૂટ બંધ રહેતાં મુસાફરોને હાલાકી

સરડોઇ-હિંમતનગર બસના તમામ રૂટ બંધ રહેતાં મુસાફરોને હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાના સરડોઇ વિસ્તારના અનેક ગામોમાં હિંમતનગર એસ.ટી. બસના તમામ રૂટો બંધ કરાતાં મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ હતી. તેમજ મોડાસા તાલુકાના સરડોઇ વિસ્તારના સરડોઇ, ટીંટીસર, સજાપુર, બોલુંન્દ્રા, રામેશ્વરકંપા, બારકોટા વગેરે ગામડાના હિંમતનગર એસ.ટી. બસના તમામ રૂટ બંધ કરી દેવાતા વિસ્તારની પ્રજાને હિંમતનગર અવર- જવર કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આઝાદી પછીના તત્કાલિન કુશ્કી, અઢેરા, ઉમેદપુર, દધાલિયાના એસ.ટી.ના રૂટો પણ બંધ કરી દેવાતાં અનેક ગામડાના લોકોને હિંમતનગર અવર-જનવર માટે લાંબા રૂટે જવાની ફરજ પડતાં આર્થિક બોજો સહન કરવો પડે છે. વિસ્તારના દર્દીઓને દવાખાનામાં સારવાર અર્થે વિદ્યાર્થીઓને અભ્યાસાર્થે, નોકરીયાત વર્ગના સેવાર્થે તેમજ અનેક લોકોને સામાજિક વ્યવહાર અર્થે હિંમતનગર દરરોજ અવર જવર કરવી પડતી હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સરડોઇ ગામના સરપંચ અનિલસિંહજી રહેવર તથા અગ્રણી યશપાલસિંહ પુવાર, વિનયસંહ રહેવરના જણાવ્યાનુસાર હિંમતનગર વાયા સરડોઇ વિસ્તારના બંધ રૂટો વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી વિસ્તારની પ્રજાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...