તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નગરપાલિકાકર્મચારીઓ અગામી 20 મી જુલાઇથી અચોક્કસ મુદતની હડતાલના એલાનમાં

નગરપાલિકાકર્મચારીઓ અગામી 20 મી જુલાઇથી અચોક્કસ મુદતની હડતાલના એલાનમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગરપાલિકાકર્મચારીઓ અગામી 20 મી જુલાઇથી અચોક્કસ મુદતની હડતાલના એલાનમાં જોડાનાર હોવાથી જિલ્લાના 6 જેટલા નગરપાલિકા વિસ્તારોમાં આવશ્યક સેવાઓ ખોરવાઇ જનાર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ત્યારે ભૂતકાળના અનુભવી તંત્ર દ્વારા પાણી, સફાઇ અને આરોગ્ય વિષયક સેવાઓ માટે આગોતરુ આયોજન કરવામાં આવે તે જરૂરી બની રહ્યુ છે.

નગરપાલિકાના કર્મચારી 7 મા પગારપંચ સહિતની પડતર માગણીઓ અંગે લડત ચલાવી રહ્યા છે અને ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઇ નિષ્કર્ષ નિકળતાં આંદોલનને ઉગ્ર બનાવવાનો ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નિર્ણય લેવાયા બાદ જિલ્લાની તમામ નગરપાલિકાના કર્મચારીઓ અગામી 20 મી જુલાઇથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાના છે. જેને પગલે જિલ્લાના તમામ પાલિકા વિસ્તારોમાં સફાઇ, પાણી અને આરોગ્ય વિષયક સેવાઓ ખોરવાઇ જવાની દહેશત ઉભી થઇ છે. નોંધનીય છે કે તાજેતરમાં પાલિકાકર્મીઓ ત્રણ દિવસની હડતાલ પર જતાં એક દિવસમાં હિંમતનગર શહેરમાં પાણી માટે રાડ પાડી ગઇ હતી. સરકારને 17મી તારીખ સુધીની ડેડ લાઇન આપી છે અને ત્યારબાદ 20મી તારીખથી તમામ ફરજો અદા કરવામાંથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું કે, 20મી થી હડતાલ પર જવાની કર્મચારીઓએ જાણ કરી છે અને આવશ્યક સેવાઓ માટે તેમની સાથે મિટીંગ કરી વચ્ચેનો માર્ગ કાઢવા અને શહેરીજનોને સમસ્યા સર્જાય તે હેતુસર સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...