• Gujarati News
  • સાતમા પાનાનું અનુસંધાન

સાતમા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કર્મચારીના જણાવ્યા મુજબ, જિલ્લા સેવા સદનમાં વિવિધ ઓફિસોમાં વિવિધ ટેબલો ઉપર પુષ્કળ પ્રમાણમાં ફાઇલોના ઢગલા થઇ ગયા છે ત્યારે પ્રત્યેક ઓફિસમાં ફર્નિચરની ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી માગણી કરાઇ હતી. જિલ્લા કલેકટરે લીધેલી ઓચિંતી મુલાકાતથી કર્મચારીઓમાં હલચલ મચી ગઇ હતી.

ઘરેથીભાગેલી...

પણકૂવામાં કૂદી પડ્યો હતો અને પત્નીને બચાવવા પ્રયાસ શરૂ કર્યા હતા. બીજી તરફ ઘટના અંગે સ્થાનિકોએ તરત હિંમતનગર ફાયર બ્રિગેડ અને ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ સોનલબેનનું પાણી પી જવાને કારણે મોત થયું હતું. જોકે સદનસીબે ભવાનભાઇ પરમાર બચી ગયો હતો.

મહિલા કૂવામાં પડી હોવાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે ટોળે વળ્યા હતા. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમે મૃતક સોનલબેનને રસ્સીની મદદથી કૂવામાંથી બહાર કાઢયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત ભવાનભાઇ પરમારને સારવાર માટે 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બનાવ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

સરહદીપરોસડામાં...

ત્યારેપરોસડા ગામમાં રાજસ્થાનના ખેરવાડા, બીંછીવાડા વિસ્તારના માત્ર એક ગ્રામ પંચાયત વિસ્તારમાં ખેતીની જમીનની ખરીદ કરી હોવાનુ માલૂમ પડયુ હતું.

અંગે અધિક કલેકટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું કે, પરોસડા ગ્રામ પંચાયત વિસ્તારમાં ખેડૂતોની જમીન રાજસ્થાનના લોકોએ ખરીદ કરી હોવાની ફરિયાદ મળતાં તપાસના આદેશ કરાયા છે. વિજયનગર મામલતદાર તથા સર્કલ ઓફિસર, તલાટીઓને અંગેના દસ્તાવેજ હસ્તગત કરીને રજૂ કરવા સૂચના આપી છે તથા ગણોતધારાની કલમ-63 મુજબ કાર્યવાહી કરાઇ છે કે નહિ તેની તપાસ કરાશે. જરૂર જણાશે તો ગ્રામ પંચાયતનું તમામ રેકર્ડ જપ્ત કરી મૂળ ખેડૂત ખાતેદારોના જવાબો પણ લેવામાં આવશે. જમીન મહેસુલ નિયમોનો ભંગ કરીને ગ્રામ પંચાયતમાં વેચાણ કે ખરીદેલ દસ્તાવેજો ચકાસાશે.

સિદ્ધપુરમાંસ્વામિનારાયણ ..

દવેસાથે વાતચીત થઇ હતી.આ શખ્સો પાસેથી ભરતભાઇ ગઢાદરા જમીન ખરીદ કરવાના હતા.ગયા જાન્યુઆરીમાં શખ્સોએ સિધ્ધપુર આવી ભરતભાઇ અને તમારા કહેવાથી અમે જમીન વેચાણથી લીધી છે પણ ભરતભાઇ નાણા આપતા હોઇ હવે તમે કઢાવી આપો તેવું ચંદ્રપ્રકાશસ્વામીને કહયુહતું.તેપછી ગત મંગળવારે ફરીથી સાત લોકો સાથે આવી ટવેરા અને સ્કોર્પિયો ગાડીમાં બળજબરીથી બેસાડી દઇ મહંત અને તેમના ત્રણ માણસોને ઉઠાવી ગયા હતાઅને વટામણ ચોકડી પાસેના ખેતરમાં લઇ જઇ મહંતને બાનમાં રાખી રુ.1.51 કરોડના 17 ચેક મંગાવી લઇ લીધા હતા અને બે કોરા સ્ટેમ્પ પેપર અને ચાર કોરા કાગળ પર સહીઓ કરાવીને છોડી મૂકયા હતા.વધુમાં દોડાદોડીમાં રુ.1 લાખ ખર્ચ થયો હોઇ તે લેવા બીજા દિવસે સિધ્ધપુર આવી બે સાગરીતોએ ફરીથી અપહરણનો પ્રયાસ કર્યોહતો પણ વખતે તેઓને પકડી લેવાયા હતા અને પોલીસ હવાલે કરી દેવાયા હતા.

આરોપીઓએ ગયા જાન્યુઆરીમાં સિધ્ધપુર આવી એમ જણાવ્યુ઼ હતુંકે ભરતભાઇ ગઢાદરાવાળાના કહેવાથી રુ.દોઢ કરોડમાં જમીન ખરીદ કરી છે પણ હવે તેઓ પૈસા આપતા નથી અને વાયદા કરે છે.હજુ એકપણ રુપિયો આપેલ નથી અને ફોન પણ બંધ કરી દીધો છે.તમારા કહેવાથી અમે જમીન ખરીદી હોઇ તેના રુપિયા કઢાવી આપો.તે પછી મહંતે ફોન કરતા બંધ હોઇ ભરત કે ઘનશ્યામ સાથે વાત થઇ શકી નહતી.મંગળવારે 7 એપ્રિલે સવારે 10 વાગે સિધ્ધપુર આવીને રુપીયા લાવી આપવાનું કહી અપહરણ કરી લીધું હતું.

ઘટના બની તે સમયે મહંત ચંદ્રપ્રકાશ સ્વામી સાથે તેમના શિષ્ય પાતારામ ભેરારામ ચૌધરી,ડ્રાઇવર ધીરજભાઇ વશરામભાઇ ઠાકોર,રસોઇયા વગેરે હાજર હતા.જશુ,મુકેશ,અને અશ્વીન ટવેરા ગાડીમાં આવ્યા હતા અને તેમણે ફોન કરતા સ્કોર્પીયો ગાડીમાં સાત શખ્સો આવી મહંત સાથે પાતારામ ભગત અને ડ્રાઇવર ધીરજને બળજબરીથી ટવેરા ગાડીમાં બેસાડી નાસી છૂટયા હતા.