તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 7 સમ્પ અને 8 ઓવરહેડ ટાંકીઓ 24 કલાક બોર ચાલુ રાખીને ભરવાનો પ્રયાસ થઇ રહ્યો છે

7 સમ્પ અને 8 ઓવરહેડ ટાંકીઓ 24 કલાક બોર ચાલુ રાખીને ભરવાનો પ્રયાસ થઇ રહ્યો છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી 7 સમ્પ અને 8 ઓવરહેડ ટાંકીઓમાં સંગ્રહ કરી વિતરણ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પીવાનાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. શહેરીજનોને પૂરા પ્રેશરથી અને પૂરા સમય સુધી પાણીનો પૂરવઠો મળતો નથી. પોસ્ટ ઓફીસ પાછળનાં વિસ્તારમાં છેલ્લા દોઢેક માસથી પાણી મળતું નથી. મહિલાઓ અને બાળકો સવારથી સાંજ સુધી પાણીનાં બેડા, કેરબા લઇને ઠેર-ઠેર રઝળપાટ કરે છે. પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પાણીનાં વિતરણ અંતર્ગત ફરિયાદો ઉઠવા છતાં તેનુ નિરાકરણ થઇ શકતું નથી.

હિંમતનગર શહેરમાં પ્રતિદિન સરેરાશ 1 કરોડ 20લાખ લિટર પાણીની જરૂરિયાત રહે છે. જેમાં 40થી 45 લાખ લિટર પાણી નર્મદાના પાણીનાં સપ્લાયથી અને બાકીનું પાણી પાલિકાનાં પોતાના બોરથી સમ્પ અને ઓવરહેડ ટાંકીઓમાં ભરી વિતરણ કરવામાં આવે છે. અગાઉ સવારે સાડા આઠથી સાંજે વાગ્યા સુધી ગુહાઇ ડેમમાંથી નર્મદાનું પાણી મળતું હતું. વર્તમાનમાં સવારે 9 થી12 વાગ્યા સુધી અને પણ ઓછા પ્રેશરથી 30 ટકા જેટલું પાણી મળે છે. પાણી પુરવઠા વિભાગમાં નર્મદાના સપ્લાય માટે અવારનવાર જાણ કરાઇ છે. પરંતુ નિરાકરણ આવતુ નથી.

પાણીની સમસ્યાને લઇ લોકો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. જેના કારણે લોકો આમતેમ પાણી માટે વલખા મરવા પડ્યાં હતા. -તસવીર-અશોક રાવલ

બોરમાં પાણીનું સ્તર નીચુ જતાં તે ફેલ થયાં

^ગુહાઇડેમમાંથી નર્મદાનાં પાણીનો પુરવઠો મળતો હતો. તેમાં 70 ટકા જેટલો ઘટાડો થઇ ગયો છે. કેટલાક બોરનું પાણીનું સ્તર નીચે ઉતરી જતાં ફેલ થઇ ગયાં છે. ઉચાણવાળા વિસ્તારોમાં પાણી પહોંચી શકતું નથી. પોસ્ટ ઓફિસ પાછળનાં વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને પાણી પૂરવઠા વિભાગમાં રજૂઆત કરાઇ છે. > અશ્વિનભાઇજોશી, પાણીપૂરવઠા વિભાગના વડા

અન્ય સમાચારો પણ છે...