તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિરપુરમાં પલ્સ ઇન્ડિયાના એજન્ટ દંપતી ઉપર જીવલેણ હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરપુરમાં પલ્સ ઇન્ડિયાના એજન્ટ દંપતી ઉપર જીવલેણ હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવકની છાતીમાં કોસ મારી, ત્રણ ઇસમો સામે ગુનો નોંધાયો

હિંમતનગરનેઅડીને આવેલ વિરપુર ગામમાં શુક્રવારે સમી સાંજે પલ્સ ઇન્ડીયાનું કામ કરતા એજન્ટ દંપતી ઉપર હુમલો કરી પતિને છાતીમાં કોસ મારતા જીવન મરાગ વચ્ચે ઝોલા ખાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રૂરલ પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

હિંમતનગર તાલુકાના વિરપુર ગામમાં શુક્રવારે સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે પલ્સ ઇન્ડીયાના એજન્ટ તરીકે કામ કરતા મંગુબેન અમૃતભાઇ દેવીપૂજક અને અમૃતભાઇ બીજોલભાઇ દેવીપૂજકના ઘરે ત્રણ ઇસમો આવ્યા હતા અને ત્રણેક વર્ષ અગાઉ મેચ્યોર્ડ થઇ ગયેલા નાણાં અંગે ઉઘરાણી કરી હતી. પલ્સ ઇન્ડિયા દ્વારા નાણાકીય વ્યવહારો બંધ કરી દેવાતા એજન્ટોની હાલત કફોડી બની છે. બાબુભાઇ મથુરભાઇ દવીપૂજક, પ્રદીપભાઇ બાબુભાઇ દેવીપૂજક અને પિન્ટુભાઇ બાબુભાઇ દેવીપૂજક, મંગુબેન સાથે બોલચાલી કરી પૈસાની ઉઘરાણી કરી ગાળો બોલવાની શરૂ કરી હતી. ગાળો બોલવાની ના પાડતા બાબુભાઇ મથુરભાઇએ અમૃતભાઇને છાતીના ડાબા ભાગે લોખંડની કોસ મારી ઇજાઓ પહોંચાડી હતી.

દરમિયાનમાં મંગુબેન પતિને બચાવવા વચ્ચે પડતા પ્રદીપ બાબુભાઇ દેવીપૂજકે તેમના જમણા પગે અને શરીરે પથ્થર તથા લાકડી વડે માર માર્યો હતો અને છૂટા પથ્થરો માર્યા હતા. તથા સ્વીફટ કારને નુકશાન પહોંચાડયું હતું. ઇજાગ્રસ્ત દંપતિએ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રૂરલ પોલીસે બે પુત્રો અને પિતા સહિત ત્રણ જણા વિરૂધ્ધ આઇ.પી.સી. 324, 337, 323, 504, 506 (2), 427, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે પલ્સ ઇન્ડીયાનું કામ કરી ચૂકેલ એજન્ટોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

હુમલો કરતા દંપતિને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો