તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ફાઇનલ મેરીટ બાદ ઉમેદવારોને નિમણુકપત્ર અાપવામાં આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાઇનલ મેરીટ બાદ ઉમેદવારોને નિમણુકપત્ર અાપવામાં આવશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લા પંચાયત સેવા પસંદગી દ્વારા તાજેતરમાં લેવાયેલી જુનિયર કલાર્ક, એફ.એચ.ડબલ્યુ, તલાટી કમ મંત્રી, ગ્રામસેવકની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોના શુક્રવારે સર્ટીફીકેટોની ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અંગે વધુ માહિતી આપતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એન.કુચારાએ જણાવ્યુ હતું કે, સાબરકાંઠા જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ગ્રામસેવકો, જુનિયર કલાર્ક, એમ.એચ.ડબલ્યુ, એફ.એચ.ડબલ્યુ, અને તલાટી કમ મંત્રીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને શુક્રવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા.

જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના સર્ટીફીકેટની ચકાસણી વિવિધ શાખાના અધિકારીઓ તરફથી કરવામાં આવી હતી. ફાઇનલ મેરીટ યાદી તૈયાર કર્યા બાદ આગામી પંદર દિવસમાં તમામ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણુકપત્ર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો