તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હવે ટેન્ડર કોપી માટે નાણાં જમા કરાવવા પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ટેન્ડર કોપી માટે નાણાં જમા કરાવવા પડશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરનગરપાલિકા તરફથી વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ભૂગર્ભ ગટર યોજનાની મંજૂર થયેલ ટેન્ડરની સ્પેસીફીકેશન વાઇઝ કોપી વિપક્ષના સદસ્યોએ માગણી કરી હોવા છતાં પણ ટેન્ડર કોપી આપવામાં આવતા વિપક્ષના સભ્યોમાં આક્રોશ જોવા મળ્યો છે. તો બીજી તરફ વિપક્ષના સદસ્યોને ટેન્ડર કોપી મેળવવા રૂા.692 જમા કરાવાનો આદેશ પણ કરાયો છે.

નગરપાલિકાના સદસ્ય તરીકે ભૂગર્ભ ગટર યોજનાની મંજૂર થયેલ ટેન્ડરની સ્પેસીફીકેશન વાઇઝ વર્ક ઓર્ડર સાથે નકલ મેળવવા તા.16/12/2016ના રોજ લેખિતમાં અરજી કરી હતી. નગરપાલિકામાં ચૂંટાયેલ સદસ્ય તથા પ્રજાના પ્રતિનિધિ તરીકે શહેરના વિકાસ કામોની ટેન્ડર કોપી મેળવવાનો અધિકાર છે. પાલિકા અધિનિયમમાં સદસ્ય માટે કોઇ ફીની જોગવાઇ કરવામાં આવી હોવા છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફીસર પાંચાભાઇ માળી તરફથી રૂા.692 જેટલી ફીની રકમ જમા કરાવ્યા બાદ ટેન્ડર કોપી આપી શકાશે તેવા પત્રથી જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો