• Gujarati News
  • National
  • સાબરકાંઠામાં 71 માં સ્વાતંત્ર પર્વની અાજે ઉજવણી કરાશે

સાબરકાંઠામાં 71 માં સ્વાતંત્ર પર્વની અાજે ઉજવણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનો સ્વાતંત્ર પર્વ ઇડરમાં ઉજવવામાં આવશે

સારબકાંઠાનાસ્વાતંત્રય પર્વની ઉજવણી ઇડરમાં કરવામાં આવશે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા ધ્વજ વંદન કરશે.

જિલ્લામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી ધામધૂમથી થનાર છે, ત્યારે હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, હિંમત હાઇસ્કૂલ, માણેકકૃપા વિદ્યાલય, વિદ્યાનગરી, ગ્રોમોર, સમર્થ કેમ્પર્સ વગેરે શૈક્ષણિક તેમજ સરકારી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવશે. જ્યારે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇડરમાં જિલ્લા કક્ષાનુ સ્વાંત્રય પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ઇડરના સરપ્રતાપ હાઇસ્કૂલના પટાગણમા સવારે 9 કલાકે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...