તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાંસલપુરમાં હરીજનોના સ્મશાનમાં દબાણ કરતાં કલેક્ટરને રજૂઆત

હાંસલપુરમાં હરીજનોના સ્મશાનમાં દબાણ કરતાં કલેક્ટરને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરહાંસલપુરમાં હરીજનોના સ્મશાનની જમીનમાં દોઢેક એકર જેટલુ દબાણ કરનાર વ્યક્તિ વિરુદ્ધ સામાજિક ન્યાય સમિતીના ચેરમેને કલેક્ટરને રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને દાટેલી લાશો બહાર આવી જવાની દહેશતને પગલે તાત્કાલિક ઘટતુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

રજૂઆતની વિગત એવી છે કે, હાંસલપુર ગામના હરીજન ભાઇઓની સ્મશાનની જગ્યા પંચાયતની બ્લોક નં 382, 385માં આવેલું છે. જેને અડીને હાંસલપુર ગામના મુકેશભાઇ પટેલની પત્ની હંસાબેન મુકેશભાઇનો સર્વે નં-380 આવેલ છે. તેમણે સ્મશાનની જમીનમાં દોઢેક એકરનુ દબાણ કર્યુ છે અને જમીન ફરતે ફેન્સીંગ કરતી વેળા ઉંડા કરી ખાડાઓનું ખોદકામ કરી દફન લાશો ઉપર સિમેન્ટના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. જે અંગે પંચાયતના સરપંચ અને ઉપસરપંચને તથા કમિટીને રજૂઆત કરવા જાતિ વિષયક અપમાનિત કરી થાય તે કરી લેવાની ધમકી આપી હતી અને અમારો છોકરો કલેક્ટર છે તમારાથી કશુ નહી થાય તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...