તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દોલગઢ ગામની સીમમાં ગરનાળુ સાફ કરાવવા મામલે મારા મારી

દોલગઢ ગામની સીમમાં ગરનાળુ સાફ કરાવવા મામલે મારા મારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના દોલગઢમાં બુધવારે સવારે ગરનાળુ સાફ કરવાના મામલે થયેલી રકઝક બાદ માર મારતાં રૂરલ પોલીસ સ્ટેશનમાં બે જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર, દોલગઢ ગામની સીમમાં ઉમિયા કોટન મીલની નજીક વરસાદી પાણીના નિકાલ માટે ડાહ્યાભાઇ ગરનાળુ સાફ કરાવી રહ્યા હતા. ત્યારે સવારે સાડા નવેક વાગ્યાના સુમારે અલ્પેશકુમાર મહેન્દ્રભાઇ પટેલે આવીને કહ્યું હતું કે, ગરનાળુ સાફ કરીને માટી જ્યાં ત્યાં નાખતા જેથી ડાહ્યાભાઇએ કહ્યું હતું કે, જે કહેવુ હોય તે મને કહો મારા મજૂરને કેમ કહો છે. તેમ કહેતા અલ્પેશકુમાર ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો બોલી જતા રહ્યા હતા.

ત્યારબાદ રમીલાબેન મહેન્દ્રભાઇ પટેલને સાથે લઇ આવી અલ્પેશકુમારે ડાહ્યાભાઇને પકડી રાખ્યા હતા અને રમીલાબેને માથામાં કોશ મારી હતી અને ગડદાપાટુનો માર મારતાં જગદીશભાઇ ડાહ્યાભાઇ પટેલે રૂરલ પોલીસ સ્ટેશનમાં બંને જણા વિરુુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...