તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શામળાજીબસ સ્ટેન્ડ નજીક બે અજાણ્યા શખસો દ્વારા વિધવા મહિલાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શામળાજીબસ સ્ટેન્ડ નજીક બે અજાણ્યા શખસો દ્વારા વિધવા મહિલાની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શામળાજીબસ સ્ટેન્ડ નજીક બે અજાણ્યા શખસો દ્વારા વિધવા મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરાતા સ્થાનિક લોકોની સતર્કતા અને જિલ્લા મહિલા 181 અભયમ ટીમની સમયસુચકતાથી મહિલાનો જીવ બચ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રહેતી એક આધેડ મહિલા કોઇ કામ સારૂ દહેગામ ગયા હતા. ગત ગુરૂવારની સાંજે મહિલા હિંમતનગર જવા માટે ચીલોડા સ્ટેન્ડે પહોંચ્યા હતા. પરંતુ પોતાની પાસે ટીકીટના પુરતા નાણાં હોવાથી મહિલાએ મજબુરી વશ ટ્રકમાં બેસી હિંમતનગર પરત ફરી રહી હતી તે દરમિયાન ટ્રક ચાલકે મહિલાને કોઇ કેફી પદાર્થ સુંઘાડી હિંમતનગરને બદલે શામળાજી ખાતે ઉતારી દેવાઇ હતી. ગુરૂવારની રાત્રીએ શામળાજી બસ સ્ટેન્ડ પર ઉભા પેસેન્જરોઅને બે ઇસમો દ્વારા બળજબરી પૂર્વક મહિલાને ખેંચી લઇ જવાતી હોવાનું જણાતા સુરતના પેસેન્જરોએ અભયમ મહિલા હેલ્પ લાઇન 181 ઉપર ફોન કર્યો હતો. મોડાસા ખાતેની અભયમ ટીમના કાઉન્સીલર ચેતનાબેનને મળેલા ફોન બાદ તરત ટીમ હરકતમાં આવી હતી. ફોન કરનાર સમને કાઉન્સીલરે મહિલાની ખેંચતાણ કરતા ઇસમોને કોઇપણ ભોગે વાતચીતમાં રોકી રાખવા જણાવી સત્વરે ટીમ સાથે રાત્રે શામળાજી પહોંચ્યા હતા. અને પોતાને મહિલાના પતિ તરીકે ઓળખાવી રહેલા શખસ સહિતનો અન્ય શખસ સ્થળ છોડી ભાગી છુટ્યા હતા. જ્યારે પેસેન્જર પરિવાર વચ્ચે સલામત રીતે બેસેલી વિધવા મહિલા સાથે મોડાસાની અભયમ ટીમે જરૂરી કાઉન્સીલીંગ કરતા મહિલાએ ગભરાટ વચ્ચે પોતાની આપવીતી નું વર્ણન કર્યુ હતુ.

181 અભયમે આધેડ મહિલાનો જીવ બચ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો