તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજસ્થાનથી દારૂની મહેફીલ માણીને પરત ફરી રહેલા સાત શખસો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનથી દારૂની મહેફીલ માણીને પરત ફરી રહેલા સાત શખસો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના રાજેન્દ્ર નગર ચાર રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન પીધેલી હાલતમાં મળી આવ્યા

મોડાસાનારાજેન્દ્રનગર ચાર રસ્તા પાસે મોડાસા રૂરલ પોલીસ મથકના સ્ટાફ પ્રટોલીંગમાં ઉભા હતા દરમિયાન રાજસ્થાન તરફથી બે અલગ ગાડીમાં મહેફીલ માણીને પરત ફરી રહેલા સાત શખસો મળી આવતા તમામને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સરકાર દ્રારા દારૂબંધી માટે કડક નીયમો અમલી કર્યા છે દારૂ પીનાર કે વેચનાર સામે કડક સજાની જોગવાઇ કરવામાં આવી છે તેમ છતા કેટલાક શખસો દ્વારા નિયમોને નેવે મુકી નશો કરી છાટકા બની ફરતા હોય છે ત્યારે આવા શખસોને કાયદાનો પાઠ ભણાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે મોડાસા હિંમતનગર હાઇવે પર આવેલા રાજેન્દ્રનગર ચાર રસ્તા પર મોડાસા રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ એમ.પી.ચૌહાણ તેમના સ્ટાફ પેટ્રોલીંગમાં ઉભો હતો દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ બે અલગ ગાડીને રોકી તલાસી લીધી હતી. દરમિયાન ગાડીમાં મહેફીલ માણીને પરત ફરી રહેલા મહેન્દ્રભાઇ ગોવીંદભાઇ પટેલ, નિતીનભાઇ રામાભાઇ પટેલ, અરૂણભાઇ ઇશ્વરભાઇ પટેલ (તમામ રહે કુકરવાડા તા. વિજાપુર જી.મહેસાણા) તથા ધર્મેશભાઇ વિનોદભાઇ પટ્ટણી, રાહુલભાઇ કિશનભાઇ પટ્ટણી, વિપુલભાઇ અર્જુનભાઇ પટ્ટણી, અને રવિભાઇ ભીખાભાઇ પટ્ટણી તમામ રહે બાપુનગર અમદાવાદને ઝડપી લઇ તમામ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો