તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગરતાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને શુક્રવારે મળેલી સામાન્ય સભામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરતાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને શુક્રવારે મળેલી સામાન્ય સભામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગરતાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2017-2018નું રૂા.5.83 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર કરાયુ હતું. જોકે વિપક્ષના સભ્યોએ કાળા વાવટા ફરકાવી બજેટની હોળી કરીને આક્રોશ સાથે વિરોધ વ્યકત કર્યો હતો. સામાન્ય સભાની શરૂઆતમાં કોંગ્રેસના સદસ્યોને વ્હિપ વાંચી સંભળાવવામાં આવતા સત્તાધારી કોંગ્રેસ પક્ષના તમામ સદસ્યોમાં સન્નાટો જોવા મળ્યો હતો.

અંગેની વિગત એવી છે કે હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ ઇમરાન ઠાકોરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં વર્ષ 2016-2017નું સુધારેલ તથા વર્ષ 2017-2018નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યુ હતું. અંદાજપત્ર રજૂ કરતા તાલુકા પંચાયત પ્રમુખ ઇમરાન ઠાકોરે જણાવ્યુ હતું કે, સ્વભંડોળની ગ્રાન્ટ માત્ર રૂા.75 લાખ હતી જેમાં વધારો થવાથી તમામ તાલુકા પંચાયતના સદસ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસ કામો કરી શકે તે માટે બજેટમાં સદસ્ય દીઠ રૂા.2 લાખ ફાળવવાનો નિર્ણય કરાયો છે. જોકે સામાન્ય સભાની શરૂઆતમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખની સહમતી આંકડા અધિકારી રમેશભાઇ પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ઠાકોર તરફથી આપવામાં આવેલા વ્હિપ કોંગ્રેસ પક્ષના સદસ્યોને વાંચી સંભળાવ્યો હતો. જેના પરિણામે કોંગ્રેસના તમામ સદસ્યોમાં સન્નાટો જોવા મળતો હતો. જોકે માત્ર ગણતરીની મિનીટમાં સામાન્ય સભામાં બજેટ મજૂર કરાવી સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડ છોડીને ચાલી જતા વિપક્ષના સભ્યોએ કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો.

તાલુકા પંચાયતમાં વિરોધપક્ષના નેતા પ્રકાશભાઇ વૈધ, ચાવડા રવિન્દ્રસિંહ, લાલસિંહજી સહિતના સદસ્યોએ સભા ચાલુ રાખવાની ઉગ્ર માગણી કરી વિપક્ષના સભ્યોના પ્રશ્નોના જવાબ આપવા તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યુ હતું. જોકે સમયસર પ્રશ્નો રજૂ થયા હોવાનું કારણ જણાવી તાલુકા વિકાસ અધિકારી પણ સભાખંડ છોડી ગયા હતા. વિપક્ષના સભ્યોએ સ્વચ્છતા અભિયાન હેઠળ ગ્રામ સફાઇમાં નાણાંકીય જોગવાઇ કરવા, ખેડૂત પ્રેરણા પ્રવાસ, નાની સિંચાઇ સહિતના મામલે ગ્રાન્ટ ફાળવતા રોષ દર્શાવી બજેટનો વિરોધ કરી બજેટની હોળી પ્રગટાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો