તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોર્ડની પરીક્ષાનો ત્રીજો દિવસ : જિલ્લામાં ગેરરીતિનો બીજો કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષાનો ત્રીજો દિવસ : જિલ્લામાં ગેરરીતિનો બીજો કેસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરણ-10ની પરીક્ષા આપતો રિપીટર છાત્ર કાપલી કાઢી ચોરી કરતા ઝડપાયો

પરીક્ષાનાત્રીજા દિવસે ધોરણ-10ની વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની હિંમતનગરના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી રહેલ એક રિપીટર વિદ્યાર્થીને ગેરરીતિ-કોપી કેસ અંતર્ગત ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગેરરીતિનો બીજો કેસ નોંધાયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ એકંદરે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. ત્યારે શુક્રવારે હિંમતનગર શહેરની પદમાવતી કન્યા વિદ્યાલયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર આપી રહેલ વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે વિગત આપતા જણાવ્યુ હતું કે, ધોરણ-10નું પેપર શરૂ થયા બાદ બેઠક નંબર 7506925ના વિદ્યાર્થીને કાપલી કાઢી કોપી કરવાનો પ્રયાસ કરતા ખંડ નિરીક્ષકે ઝડપી પાડયો હતો અને અંગે જાણ કરતા ફૂટેજ વગેરે લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શુક્રવારે સવારના સેશનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ-10 ગુજરાતી માધ્યમના નોંધાયેલા 25965 પૈકી 26535 અને અંગ્રેજી માધ્યમના તમામ 627 તથા સંસ્કૃત (પ્રથમા) ના 16 પૈકી 15 મળી કુલ 27162 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે એચ.એસ.સી. ઉ.બુ.ના નોંધાયેલા 51 પૈકી 43 વિદ્યાર્થીઓએ કૃષિ વિદ્યાની પરીક્ષા આપી હતી.

ઇલોલમાં વિદ્યાર્થીનો અકસ્માત થતાં પગે પ્લાસ્ટર હોવાથી રૂમમાં ગાદલુ પાથરી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો