તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૂદરડીમાં રસ્તો બંધ કરવાની બાબતે બે જ્ઞાતિનો સામ સામે પથ્થરમારો

રૂદરડીમાં રસ્તો બંધ કરવાની બાબતે બે જ્ઞાતિનો સામ-સામે પથ્થરમારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરતાલુકાના રૂદરડી ગામમાં શનિવારે રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે રસ્તો બંધ કરવાની બાબતે બે જ્ઞાતિ સમૂહ આમને સામને આવી જઇ પથ્થરમારો કરી અન્યોને ઇજાઓ પહોંચાડતા જાદર પોલીસ મથકે રાયોટીંગની બે અલગ અલગ ફરિયાદો નોંધાવા પામી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રૂદરડીમાં ગામમાં જતો રસ્તો પથ્થર અને સિમેન્ટ ચણતરથી બંધ કરી દેવાયા બાદ ટી.ડી.ઓ.એ રૂબરૂ આવી ગેરકાયદેસર દબાણ દૂર કરાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. ત્યારબાદ પ્રવિણભાઇ લાલાભાઇ વણકર પોતાના મહોલ્લામાંથી ઘેર જતા હતા ત્યારે ઇશ્વરભાઇ પ્રભુદાસ પટેલ, પ્રવિણભાઇ કચરાભાઇ પટેલ, મુકેશભાઇ કચરાભાઇ પટેલ, સોમાભાઇ જોઇતાભાઇ પટેલ, મહેશભાઇ કરશનભાઇ પટેલ, જીતેન્દ્રભાઇ જોઇતાભાઇ પટેલ, વિક્રમસિંહ કોદરસિંહ ડાભી અને શંકરભાઇ મગનભાઇ પટેલની પત્નિ ભેગા મળી ફરીથી ચણતર કરી રસ્તો બંધ કરી રહ્યા હોવાનું જણાતાં પ્રવિણભાઇએ તેમની જ્ઞાતિના માણસોને બોલાવતા તમામ લોકોએ છૂટા પથ્થરો મારવાનું શરૂ કર્યુ હતું અને મહેશભાઇ, વસંતભાઇ તથા લાલાભાઇને ઇજાઓ પહોંચાડી જાતિ વિષયક અપમાનિત કરવા અંગે પ્રવિણભાઇએ જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 24 સપ્ટેમ્બર રાત્રિની ઘટના અંગે તમામ આઠેય જણા વિરૂધ્ધ એટ્રોસીટી અને રાયોટીંગ અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદની સામે સુરેશભાઇ સોમાભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે 24 મી સપ્ટેમ્બરે રાત્રે અગિયારેક વાગ્યાના સુમારે તેમના સર્વે નં.1માં થઇને ગામમાં જતો રસ્તો બંધ કરી દેતા પ્રવિણભાઇ લાલાભાઇ વણકર, મહેશભાઇ લખાભાઇ વણકર, અમરતભાઇ મૂળાભાઇ વણકર, ડાહ્યાભાઇ કોદરભાઇ વણકર, ભીખાભાઇ દલાભાઇ વણકર, મણીલાલ મોહનભાઇ વણકર તથા બીજા 100 જેટલા લોકોનું ટોળુ અદાવત રાખી આવી ચઢયુ હતું અને છૂટા પથ્થરો મારી નટવરભાઇ તથા ધર્મિષ્ઠાબેનને ઇજા પહોંચાડી હતી અને સુરેશભાઇની કાર તથા બાઇકને નુકશાન કર્યુ હતું.

જાદર પોલીસે 6 ઇસમો અને 100 જણાના ટોળા વિરૂધ્ધ રાયોટીંગનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...