તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ન્યાયમંદિર પાસે એક્ટીવા પરથી રૂા.12 હજારના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ન્યાયમંદિર પાસે એક્ટીવા પરથી રૂા.12 હજારના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમતનગરમાંન્યાય મંદિર પાસેથી સોમવારે સાંજે બી-ડીવીઝન પોલીસે એકટીવા પરથી રૂા.12 હજારના વિદેશી દારૂ સાથે બે જણાને ઝડપી લઇ તેમના વિરૂધ્ધ બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અંગે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એચ.બિહોલા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ન્યાય મંદિર પાસે એકટીવાને રોકી થેલામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 30 કિંમત રૂા.12 હજારનો વિદેશીદારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે 30 હજારનું એકટીવા સહિત રૂા.42 હજારનો મુદા્માલ કબજે લઇ ભિલોડાના જાબ ચિતરીયાના કિશન ગણેશભાઈ રાવળ અને હર્ષદ ઉર્ફે સબો ઈશ્વરભાઈ નિનામાને ઝડપી લઇ બંને વિરૂધ્ધ ગુનો નોધી દારૂ હિમતનગરમાં ક્યાં આપવાનો હતો તે તપાસ હાથ ધરી છે. બંને જણા વિદેશી દારૂ ભિલોડાથી ઇડર થઈને હિમતનગર લાવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...