તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કંબોસણી પાસે ત્રણ કૂવા અને એક બોર પરથી 600ફૂટ કેબલ ચોરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંબોસણી પાસે ત્રણ કૂવા અને એક બોર પરથી 600ફૂટ કેબલ ચોરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાલીતાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કંબોસણી ગામતળમાં આવેલા ત્રણ કૂવા અને બોર પરથી તસ્કરો બુધવારે રાત્રે 600 ફૂટ કેબલ વાયર ચોરી પલાયન થઇ જતા ખેડૂતોમાં કેબલ ચોરોનો ફફડાટ ફેલાયો છે. અંગે ખેડૂતોની અરજી આધારે વડાલી પોલીસે તપાસ હાથ ધરી છે.

વડાલી તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કંબોસણી ગામની સીમમાં વરતોલ કંપાના પ્રકાશભાઇ જોઇતાભાઇ પટેલ, ભરતભાઇ કોદરભાઇ પટેલ અને કંબોસણી ગામના સુરેશભાઇ મણીભાઇ પટેલની ખેતીલાયક જમીન આવેલી છે. જમીન પર ખેડૂતોએ બોર-કૂવા બનાવી પાકને પિયત કરવા વીજ મોટરો લગાવી હતી. જે વીજ મોટરો સાથે 200-200 ફૂટના કેબલ વાયરો લગાવવામાં આવ્યા હતા. જે કેબલો ગત બુધવારે રાત્રે તસ્કરો ત્રણેય ખેડૂતોના કૂવા-બોર પરથી તસ્કરી કરી લઇ ગયા હતા. ગુરૂવારે સવારે ત્રણેય ખેડૂતો પોતાના ખેતરે જતા વીજ વાયર ચોરાયેલા જણાતા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

પરંતુ કંઇ હાથ લાગતા પંથકના ખેડૂતોમાં કેબલ ચોરોનો ફફડાટ ફેલાયો છે. જયારે એક રાતમાં ત્રણ ખેડૂતોના 600 ફૂટ કેબલ વાયર ચોરાતા મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

અંગે ખેડૂતોએ વડાલી પોલીસને અરજી આપતા તેના આધારે વડાલી પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

ચીખલીની નિવાસી શાળામાંથી સોલાર બેટરી ચોરાતાં ફરિયાદ

ખેડબ્રહ્માતાલુકાના ચીખલી ખાતે આવેલ કન્યા સાક્ષરતા નિવાસી શાળામાંથી તા.11 ઓગષ્ટના રોજ અજાણ્યા શખ્સો કંપાઉન્ડમાં રખાયેલ સોલાર લાઇટની બેટરી તથા પ્લેટ અને એક લાઇટનો સેટ મળી રૂા.12 હજારની મત્તા ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે સરસ્વતીબેન કોદરભાઇ પ્રજાપતિએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ શુક્રવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગર પાસે હાથમતી પુલ પરથી 9200નો કેબલ ચોરાયો

હિંમતનગરનામહેતાપુરા વિસ્તારમાં આવેલ હાથમતી બ્રીજના બંને છેડેથી તા.11 ઓગષ્ટને રાત્રે અજાણ્યા શખ્સો ભારત સંચાર નિગમના રૂા.9200ની કિંમતનો 50 પેરનો કેબલ કાપીને ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે બી.એસ.એન.એલ.ના ટીટી બાબુભાઇ.ડી.પરમારે શુક્રવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો