તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રિમીયમ ધિરાણમાંથી કપાતું હોવાનો ખેડૂતોઅે આક્ષેપ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિમીયમ ધિરાણમાંથી કપાતું હોવાનો ખેડૂતોઅે આક્ષેપ કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતનેકૃષિ પ્રધાન દેશ ગણવામાં આવે છે પરંતુ દેશના ખેડૂતોની હાલત અત્યારે ખૂબ કફોડી બની ગઇ છે. તો બીજી તરફ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરેલી પાક વિમા યોજનાનું પ્રિમીયમ ખેડૂત ખાતેદારે જયાંથી ધિરાણ લીધુ હોય છે તેમાંથી કાપી લઇને વિમા કંપનીઓને ચૂકવવામાં આવે છે. પરંતુ જયારે પાક નિષ્ફળ જાય ત્યારે ખૂબ ઓછા ખેડૂતોને લાભ મળે છે. જેથી સરકારે ખેડૂતોના હિત માટે અલાયદી પાક વિમા યોજના અમલી બનાવવી જોઇએ.

પૂર્વ ધારાસભ્ય અંબાલાલ ઉપાધ્યાયના જણાવાયા મુજબ ખેડૂતો રાત-દિવસ એક કરીને અનાજ પકવે છે. પરંતુ અનાજ જયારે પાકે છે ત્યારે બજારમાં ભાવ ખૂબ ઓછા હોય છે. જેથી ખેડૂતોને કમને પોતાનો પાક વેચી દેવો પડે છે. ગુજરાતમાં ગત વર્ષે 6 લાખ ખેડૂતોએ પાક વિમો લીધો હતો. જયારે વર્ષે 12.94 લાખ ખેડૂતો પાક વિમા યોજનામાં સંકળાયા છે.

રાજય સરકારે 1226 કરોડ રૂપિયા પ્રિમીયમ વિમા કંપનીઓને ભર્યુ છે. પરંતુ હકીકતમાં રકમ ખેડૂતોએ જે સંસ્થામાંથી ધિરાણ લીધુ હોય છે તેમાંથી કાપી લેવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. જેથી અંગે કેન્દ્ર અને રાજય સરકારે ખેડૂતોના હિત માટે અલાયદી પાક વિમા યોજના શરૂ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો