તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સા.કાં.માં ખાણ ખનિજ વિભાગનો સપાટો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સા.કાં.માં ખાણ-ખનિજ વિભાગનો સપાટો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠામાંછેલ્લા ઘણા સમયથી ખનિજ માફીયાઓ બેફામ બન્યા છે ત્યારે જિલ્લાના ખનિજ વિભાગના અધિકારીઓએ શુક્રવારે સપાટો બોલાવીને હિંમતનગર, પ્રાંતિજ, તાજપુરકૂઇ, સીતવાડા, બોરીયા અને નનાનપુરની સીમમાં ચેકીંગ કરીને સાત ટ્રેકટર અને એક જેસીબી સહિત રૂા.50 લાખનો મુદા્માલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અંગે ખાણ-ખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી ટી.જે.પટેલ, રોયલ્ટી ઇન્સપેકટર કે.કે.વ્યાસ, માઇન્સ સુપરવાઇઝર વી.એસ.સાધુ તથા ભાવેશભાઇ સાધુના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વાહન ચાલકો બિનઅધિકૃત રીતે સાદી રેતી તેમજ નદીની રેતીનું ખોદકામ કરી વહન કરી રહ્યા છે ત્યારે તે અંતર્ગત શુક્રવારે ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓએ હિંમતનગર, પ્રાંતિજ, તાજપુરકૂઇ, સીતવાડા, બોરીયા અને નનાનપુર તથા ગઢોડા રોડ પર આવેલ માર્કએલોય સ્ટીલ કંપનીની પાછળ જમીનમાંથી સાદી માટીનું ખોદકામ કરી રહ્યા હતા. જેથી ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓએ દરોડો પાડતા એક જેસીબી તથા પાંચ ટ્રેકટર પકડી લેવામાં આવ્યા હતા.

દરમિયાન રોયલ્ટી પાસ વિના સાદી રેતીનું વહન કરતા એક ટ્રેકટરને સલાલ રોડ પરથી પકડી લેવામાં આવ્યુ હતું. તેમજ ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓએ તાજપુરકૂઇ, સીતવાડા, બોરીયા પંથકમાં સઘન ચેકીંગ કરતા એક સાદી રેતી ભરેલા ટ્રેકટરને પકડી લેવામાં આવ્યુ હતું. ત્યારબાદ તમામ વાહનોને સીઝ કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મુકી દેવાયા હતા.

નોંધનીય છે કે, હિંમતનગર, પ્રાંતિજ, તાજપુરકૂઇ, સીતવાડા, બોરીયા અને નનાનપુરની સીમમાં મોટાપાયે માટીનું ખોદકામ કરવામાં અાવે છે.

પ્રાંતિજ પંથકમાંથી ખનિજનું ગેરકાયદે ખોદકામ કરી વહન કરતા વાહનોને ખાણ-ખનિજ વિભાગ દ્વારા પકડી લઇ સીઝ કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મુકાવી દેવાયા છે. તસ્વીર - ભાસ્કર

સાદી માટીનું ખોદકામ કરતાં વાહનો સીઝ

ટ્રેકટર નંબર ચાલકનું નામ

}જીજે.2.બી.563 ઇશ્વરભાઇ ઉમાજી વણઝારા

} જીજે.1.એચકયુ.7743 ઇશ્વરભાઇ ડાહ્યાભાઇ વણઝારા

} જીજે.9.બી.9197 મોહનજી બબાજી વણઝારા

} જીજે.8.જી.6999 રામાજી ધનાજી વણઝરા

} જીજે.9.એફ.1721 રમેશભાઇ રમણભાઇ વણઝરા

} જીજે.09.બીડી.1917 દિલીપકુમાર બાબુભાઇ વણઝરા

} જીજે.9.એએફ.141(JCB) રાઠોડ રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ

ગતિશીલ ગુજરાતમાં વિકાસની દુહાઇ દેવાઇ રહી છે, ત્યારે હિંમતનગર તાલુકાના ગોપાલકુંજ ગામના થોરી સમાજના સ્મશાની હાલત જોઇએ તો વિકાસની વાતો સળગીને રાખ થઇ જાય. હા, સ્મશાનમાં કોઇ વ્યવસ્થા નથી. થોરી પરિવારોમાં ચોમાસામાં કોઇ સ્વજનનું મૃત્યુ થાય તો નનામીને પાણીમાં થઇ ખુલ્લી જગ્યામાં લઇ જવી પડે અને કેટલાક લોકો પ્લાસ્ટિકની છત બનાવીને ઊભા રહે ત્યારે મૃતકની ચીતાને અગ્નિદાહ આપી શકાય. એવું નથી કે ગામલોકોએ સ્મશાનની અવદશા અંગે તંત્રનું ધ્યાન દોર્યુ ના હોય. વારંવાર રજૂઆત કરાઇ પણ તે ચોમાસાના પાણીની સાથે વહી ગઇ છે. તાજેતરમાં એક પુરુષનું અવસાન થતાં વરસતા વરસાદમાં અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં તો લઇ ગયા, પણ ખુલ્લી જગ્યામાં પાણી ભરાયેલું હોઇ ઉંચાણવાળા સ્થળે જઇ કેટલાક લોકોએ પ્લાસ્ટિકનું છત બનાવી અગ્નિદાહ આપ્યો. ગામલોકો કહે છે કે અમારી આશા પૂરી થાય તો સારું. તસવીર- નટવર પટેલ

ગોપાલકુંજ ગામના રહીશોની મજબૂરી, વરસતા વરસાદમાં અગ્નિસંસ્કાર આપવા પ્લાસ્ટીકનું છાપરું બનાવવું પડ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો