તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે હિંમતનગથી તિરંગા યાત્રાનો પ્રારંભ, બાઇક રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે હિંમતનગથી તિરંગા યાત્રાનો પ્રારંભ, બાઇક રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઝાદીના70 વર્ષ તા.15 ઓગષ્ટે પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે ગુજરાતમાં તેની ઉજવણી અલાયદી રીતે કરાઇ રહી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા રવિવારથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત હિંમતનગરમાં તિરંગા યાત્રા નીકળશે. ઉપરાંત 15મી ઓગષ્ટે પ્રાંતિજના માર્કેટયાર્ડમાંથી 111 બાઇકો પર બેસી 225 કાર્યકરો જિલ્લામાં વિવિધ સ્થળે જશે. ત્યારબાદ તા.23 ઓગષ્ટે વિજયનગરના દઢવાવ (પાલ) ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે.

અંગે સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપના પ્રમુખ જે.ડી.પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ગૃહ રાજય મંત્રી પ્રફુલ પટેલ, સંગઠનના અશોકભાઇ જોષીએ શનિવારે જણાવ્યુ હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામની હિંદ છોડો ચળવળને 75 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે ત્યારે આઝાદીના હુતાત્માઓને યાદ કરી વર્ષે 70 મા વર્ષની ઉજવણી પ્રસંગે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. જેનો પ્રારંભ રવિવારે હિંમતનગરથી થશે.

15મી ઓગષ્ટના રોજ પ્રાંતિજ માર્કેટયાર્ડમાંથી નીકળનારી તિરંગા યાત્રા બાઇક રેલીમાં 225 કાર્યકરો જોડાઇને જિલ્લા પંચાયતની વિવિધ સીટો પર જશે. ત્યારબાદ તા.23 ઓગષ્ટે વિજયનગર તાલુકાના દઢવાવ (પાલ) ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે. ઉલ્લેખનીય છે કે યાત્રા તા.16મીએ હિંમતનગરના મહાવીરનગર ખાતે આવશે ત્યારે તેનું સ્વાગત કરાશે. ત્યારબાદ યાત્રા તા.17મી ઇડર, વડાલી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો