તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાબરમતી નદીમાંથી ગેરકાયેદે ચોરી કરતાં કાર્યવાહી

સાબરમતી નદીમાંથી ગેરકાયેદે ચોરી કરતાં કાર્યવાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજતાલુકાના ગેડ ગામ નજીક સાબરમતિ નદીમાંથી ગેરકાયદેસર રીતે નદીની રેતીની ચોરી કરી જતાં ચાર જેટલા ડમ્પરોને ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસે ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી હતી.

છેલ્લા કેટલાંક સમયથી સાબરમતિ નદીમાં ગેરકાયદેસર રીતે નદીની રેતીની ચોરી કરવાનું પ્રમાણ વધવાને લઇને સ્થાનિક ખાણ ખનિજ વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી સાબરમતિ નદીના પટમાં હાથ ધરી હતી અને જે દરમિયાન પ્રાંતિજના ગેડ વિસ્તારમાં જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સપેકટર કે.કે. વ્યાસ અને પ્રાંતિજ પીઆઇ ટી.બી. રાઠોડ નાઓએ સર્ચ કાર્યવાહી હાથ ધરતા ચાર જેટલા ડમ્પર-ટ્રકો દ્વારા ગેરકાયદે રેતી ખનન કરી રેતીની ચોરી કરી વહન કરતા ઝડપી પાડ્યા હતા અને તમામ ચારેય ડમ્પરને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરીને ટ્રકના માલિકો અને ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...