તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લગ્નમાં નહીં બોલાવવાની અદાવતે લાકડીઓથી મહિલા પર હુમલો કર્યો

લગ્નમાં નહીં બોલાવવાની અદાવતે લાકડીઓથી મહિલા પર હુમલો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામે લગ્નમાં નહી બોલાવવાની વાતથી છંછેડાઇ ઉઠેલા કૌટુંબીક કાકા સહિત કાૈટુંબીક ભાઇઓ અને અને પત્નીએ હુમલો કરી લાકડઓથી મહીલા પર હુમલો કરી માર મારતા તલોદ પોલીસે એક મહિલા સહિત ચાર શખ્શો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ગત ચોથી જુલાઇના રોજ સાંજના સમયે તલોદના રૂપાલ ગામે પોતાના કૌટુંબી કાકાના પુત્રો અને અને ઘટનામાં ઘાયલ દંપતિ ભેગા થયા હતા. દરમિયાન હઠીસિંહ ઉદેસિંહ ઝાલાની સાથે સંબંધો બોલવા ચાલવાના ઓછા હોવાને લઇને ગજેન્દ્રસિંહ રજુસિંહ ઝાલા (રહે. રૂપાલ તા. તલોદ, જી. સાબરકાંઠા) પોતાના પરિવારમાં યોજાયેલા લગ્નમાં નિમંત્રણ નહી આપી લગ્નમાં નહી બોલાવેલ અને તે વાત ખુલતા તેની અદાવત રાખીને આરોપી હઠીસિંહ ઝાલા તથા તેમના પુત્રો દશરથસિંહ હઠીસિંહ ઝાલા, વનરાજસિંહ હઠીસિંહ ઝાલાએ હુમલો કરી ઘર્ષણ કર્યુ હતુ. ઘર્ષણ અને બોલાચાલી દરમિયાન દશરથસિંહ ઝાલાએ ગજેન્દ્રસિંહના પત્નિ જ્યોત્સનાબાને માથાનાં ભાગે લાકડીઓ વડે અને મધીબાએ ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનામાં ઘાયલ જ્યોત્સનાબાને હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અંગે તલોદ પોલીસે તમામ ચારેય આરોપી શખ્શો સામે ફરિયાદ નોંધીને પીએસઆઇ એમકે ખાંટ અને હેડ કોન્સ્ટેબલ મેહુલ પુરુષોત્તમભાઇએ તપાસ હાથ ધરી ચારેય શખ્શોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...