• Gujarati News
  • રિક્ષા પલ્ટી ખાતા બાળકીનું મોત : મુસાફરને ઇજા

રિક્ષા પલ્ટી ખાતા બાળકીનું મોત : મુસાફરને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનજીકના હાજીપુર પાસેથી પસાર થતી એક રિક્ષા શનિવારે બપોર બાદ અચાનક પલ્ટી ખાઇ જતા 13 માસની બાળકીનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. તેમજ રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરોને નાની મોટી ઇજઓ થતા તેઓને હિંમતનગરની સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

શનિવારે બપોર બાદ અમદાવાદથી રિક્ષા નંબર જી.જે.1.એવાય.3142 માં બેસીને અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં રહેતા સાત જણા હિંમતનગર તાલુકાના શેરડી ટીમ્બા ગામે આવી રહ્યા હતા. દરમિયાન હાજીપુર પાસે અચાનક રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી આયુષીબેન સુરેશભાઇ પ્રજાપતિ નામની 13 માસની બાળકીને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચતા તેઓને 108 દ્વારા હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે.

હાજીપુર પાસે રિક્ષા પલ્ટી ખાતા એક બાળકીનું મોત નિપજ્યું હતું.

કોને ઇજા થઇ

1.સુરેશભાઇબંસીલાલ પ્રજાપતિ

2.મીતલબેનસુરેશભાઇ પ્રજાપતિ

3.પુષ્પાબેનપૂંજાજી પ્રજાપતિ

4.રાજુભઇમધરાજી પ્રજાપતિ

5.અર્જુનજીપૂંજાજી પ્રજાપતિ

6.નીરૂબેનસુરેશભાઇ પ્રજાપતિ

હાજીપુર નજીક અકસ્માત :રિક્ષાના મુસાફરો શેરડી ટીમ્બા ગામે જઇ રહ્યા હતા