ચૈત્રમાં અષાઢ....

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૈત્રમાં અષાઢ....

ધનસુરામાંપંદર મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. મોડાસા વીજ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, 40થી વધુ વીજપોલ અને ચાર ડીપીઓ ધરાશાયી થતાં યુધ્ધના ધોરણ કામગીરી હાથ ધરાઇ હતી.

વિજયનગર, આતરસુંબા, તાજપુરકુઇ, વડાગામ, રોઝડ અને પુંસરીમાં પણ વરસાદ થયાના અહેવાલ સાપડ્યા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોના ઘઉં અને ઘાસચારો પલળતાં નુકસાન થયું છે.

સવારેસમર કોટ..સાંજે રેઇન કોટ

ગ્લોબલવોર્મીગની ભારે અસરોથી હવામાન ભારે પ્રભાવીત બની રહ્યું છે. ભરઉનાળે ચોમાસુ અને શિયાળો અનુભવાઇ રહયો છે.ગુરૂવારે નોંધાયેલ મહત્તમ તાપમાન 40.5 સેં. માં 4.5 સે ના ઘટાડા સામે શનીવારે મહત્તમ તાપમાન 36. સે.નોંધાયું હતું. સવારે સમરકોટ પહેરીને નીકળેલા ઓને સાંજે રેઇનકોટ પહેરવો પડે તેવો વાતાવરણમાં અણધાર્યા ફેરફાર થતાં જનજીવન પ્રભાવીત બન્યું હતું.

હિંમતનગરમાંવાહનની....

હિંમતનગરનાશારદાકુંજ વિસ્તારની પુષ્પાંજલિ સોસાયટીમાં રહેતા શાંતિલાલ પૂંજાભાઇ રેંટિયા અગાઉ હેડ ક્વાર્ટસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેમની ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં બદલી થતાં ત્યાં ફરજ બજાવતા હતા. શુક્રવારે રાત્રે શાંતિલાલ રેંટિયા ફરજ પરૂ થતાં બાઇક (જીજે 9એસી 2223) લઇ હિંમતનગર આવી રહ્યા હતા. ત્યારે નેશનલ હાઇવે નંબર-8 ઉપર આવેલા સ્વામિનારાયણમંદિર સામે ગાંભોઇ તરફથી બેફામ ગતિએ આવતા અજાણ્યા વાહન ચાલકે પાછળથી તેમના બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં શાંતિલાલ રેંટિયા (51)ને ગંભીર ઇજા થતાં તાત્કાલીક સારવાર અર્થે હિંમતનગરની સિવિલમાં લવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત નિપજતાં પોલીસબેડામાં ગમગીની છવાઇ ગઇ હતી.

અકસ્માતના બનાવ અંગેની પરિવારજનોને જાણ થતાં પરિવાર પણ વલોપાત કરતાં હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. ઘટના અંગે મૃતકના પુત્ર બ્રીજેશકુમાર રેંટિયાએ હિંમતનગર ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ભાગી છુટેલા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અરવલ્લીજિ.પં.માં ....

મહેસુલ,બાંધકામ અને માર્ગ અને મકાન વિભાગની કામગીરી સોંપાઇ હતી. જયારે જે.એમ. વાઘેલાને મહેકમ-1, ટી.બી.ત્રિવેદીને જનરલ શાખા તથા દબાણ શાખા, આર.પી. ત્રિવેદીને જનરલ શાખા, ખેતીવાડી શાખાનો વધારોનો ચાર્જ, એન.કે.પટેલને પંચાયત શાખા, હિસાબ શાખા, એન.પી.પટેલને શિક્ષણ, આરોગ્ય તથા આઇસીડીએસ શાખા અને એ.આર.મહંતને વિકાસ શાખા, પંચાયત શાખા અને આંકડા શાખાના વધારાના ચાર્જની કામગીરી સોંપાઇ હતી.

અરવલ્લી જિલ્લા પંચાયતમાં મંજૂર કરાયેલ 69ના સ્ટાફના મહેકમ સામે હાલ ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ-1, ચીટનીશ-3, જુનિયર કલાર્કની 7 જગ્યાઓ ઉપર સ્ટાફ ફાળવાયો છે.

ટર્બોટ્રકનીટકકરથી...

જ્યારેએક ઇજાગ્રસ્તનું પાટણ લઇ જતા રસ્તામાં મોત થયુ હતું. અકસ્માતમાં એક જીપડાલુ ફરી ગયુ હતું, જ્યારે બીજુ રોડ પર બે ત્રણ પલટીઓ મારી ગયુ હતું. જયારે ટર્બોટ્રકનું બમ્ફર અને આગળના ટાયરો તૂટી ગયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું.

ઘટનાના પગલે કાંસા જંગરાલ પાટણ અને ચાણસ્માની 108 ઇમરજન્સી વાનો બોલાવી લઇ 7 ઇજાગ્રસ્તોને પાટણ ધારપુર હોસ્પીટલ ખસેડયા હતા.અને ત્યાંથી અમદાવાદ લઇ જવાયા હતા. બે વ્યકતિ ટ્રક નીચે દબાઇ જતા જેસીબી અને ક્રેન બોલાવીને દોઢેક કલાકે બહાર કાઢી શકાયા હતા. ઘટનાસ્થળે વાગડોદ પોલીસ પણ દોડી ગઇ હતી. આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા અને શકય હોય તે બચાવ કામગીરીમાં જોડાઇ ગયા હતા.

મોડાસાનારાણાસૈયદ...

આળમાંફસાવી દેવાની કે જાનથી મારી નાખવાની ધમકી આપી રહયા છે. મામલતદારે ટાઉન પોલીસને જરૂરી સુરક્ષા પૂરી પાડવા આદેશ કર્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી.