• Gujarati News
  • હિંમતનગરમાં વધુ એક મહિલાનો દોરો લૂંટાયો

હિંમતનગરમાં વધુ એક મહિલાનો દોરો લૂંટાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાંવધુ એક મહિલાના ગળામાંથી સોનાનો દોરો લૂંટાયાની ઘટના બની છે. મોતીપુરા નજીકના ઓવરબ્રિજ પરથી રાત્રે બાઇક પર પસાર થતાં દંપતીના ગળામાંથી બાઇક પર આવેલ બે યુવકો સોનાનો દોરો તોડી લૂંટ ચલાવી ભાગી છુટયા હતા. ચેઇન સ્નેચિંગની ઘટના અંગે મહિલાના પતિએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરની મોતીપુરાની સાબરકુંજ સોસાયટીમાં રહેતા કોમલકુમાર છગનભાઇ સુતરીયા તેમના પત્ની ધર્મિષ્ઠાબેન સાથે બાઇક પર મોતીપુરાના ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પુલના છેડા પર કાળા કલરના પલ્સર બાઇક પર આવેલા બે યુવકો પૈકીના એક યુવકે ચાલુ બાઇકે ધર્મિષ્ઠાબેનના ગળા પર હાથ મારી સોનાનો દોરો તોડી લૂંટ કરી ભાગી છુટયા હતા. ત્યારબાદ ધર્મિષ્ઠાબેનના પતિ કોમલકુમારે હિંમતનગરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશને બે અજાણ્યા 20થી 25 વર્ષની વયના યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.