શિવરાત્રીએ શિવાલયોમાં ઘંટનાદ ગૂંજશે

મનઅને આત્માને પુલકિત કરનાર પાવનકારી પર્વ મહાશિવરાત્રી તા.17 ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર છે, ત્યારે હિંમતનગર...

DivyaBhaskar News Network | Updated - Feb 11, 2015, 02:55 AM
શિવરાત્રીએ શિવાલયોમાં ઘંટનાદ ગૂંજશે

મનઅને આત્માને પુલકિત કરનાર પાવનકારી પર્વ મહાશિવરાત્રી તા.17 ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર છે, ત્યારે હિંમતનગર તાલુકાના શિવાલયો પૂજા-અર્ચના અને ઘંટનાદથી ગૂંજી ઉઠશે.

પર્વ નિમિત્તે ગાંભોઇ પાસેના ચાંપલાનાર ગામે પ્રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે પરંપરાત લોકમેળો યોજાશે. ભકિત, શકિત અને શ્રધ્ધાથી પ્રેરાઇને અનેક ભકતો શ્રીફળ વધેરી બાધા- માનતા પૂર્ણ રે છે. તેજ પ્રમાણે બેરણા ગામ પાસે આવેલ 51 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા સમક્ષ શિવરાત્રીના દિવસે સવા મણ રૂ દ્વારા એક દિવેટ અને 16 મણ ઘી દ્વારા મહાજયોત પ્રગટાવવામાં આવશે એમ મંદિર સંકુલના સેવક મહેન્દ્રભાઇ ઉપાધ્યાયે જણાવ્યુ હતું.

હિંમતનગરના ભોલેશ્વર, ઝરણેશ્વર, રૂપાલ પાસેના છત્રેશ્વર મહાદેવમાં પણ શિવધૂન અને ભજન- કીર્તનનું આયોજન થશે. હાથરોલના ચૌમુખ મહાદેવ, રાયગઢ, કેશરપુરા, અડપોદરા, સઢા સહિતના અન્ય સ્થળે પણ શિવરાત્રીના દિવસે ભકતો દ્વારા જળ અને દૂધનો અભિષેક કરવામાં આવશે.આ પ્રસંગે દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઊમટી પડશે.

X
શિવરાત્રીએ શિવાલયોમાં ઘંટનાદ ગૂંજશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App