તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હિંમતનગરની સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલમાં કાર્યક્રમો

હિંમતનગરની સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલમાં કાર્યક્રમો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના એકલીંગજી પ્રગતિ મંડળનું સ્નેહ મિલન

કે.એમ.પટેલ વિદ્યામંદિરનો છાત્ર ગાંધીનગરમાં ઝળક્યો

મોડાસા |એકલીંગજી પ્રગતિ મંડળ મોડાસાનું સ્નેહ મિલન સરસ્વતી બાલમંદિર ખાતે દશરથભાઇ પુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. મહિલા પાંખ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવાકે વેશભુષા,સંગીત ખુરશી તથા નૃત્ય સ્પર્ધાયોજાઇ હતી. જેનું સંચાલન મેઘાબેન ઉપાધ્યાય અને રક્ષાબને જોષીએ કર્યુ હતું. સ્વ.વિરેન્દ્રભાઇ પુરોહિતના પત્નિ દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપયા હતા.

કુકડીયા |નેશનલ સાયન્સ ડે 2015ની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં પ્લાઝમા રીસર્ચ સેન્ટર ગાંધીનગર ખાતે કવીઝ કોમ્પિટીશન યોજાઇ હતી. જેમાં ઇડરની કે.એમ.પટેલ વિદ્યામંદિરના 58થીવધુ બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં શાળામાંથી ધોરણ-10 ના વિદ્યાર્થી શાહ નિર્મલ સંજીવકુમાર અને ધોરણ-11 માંથી પટેલ રીતીન સતીષભાઇએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.

હિંમતનગર |હિંમતનગરમાં આવેલી સિધ્ધાર્થ પબ્લિક સ્કૂલ દ્વારા તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાની ઇંગ્લીશ મિડીયમ સ્કૂલોના વિદ્યાર્થી અને શિક્ષકો માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત કવીઝ પ્રોગ્રામ, સ્પેલબી પ્રોગ્રામ, શિક્ષકોની કવીઝ જેવા કાર્યક્રમ યોજાયા હતા. અરૂણાઇ સુતરીયા દ્વારા વિજેતાને રોકડ ઇનામ આપી સન્માનિત કરાયા હતા.