તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સવગઢમાં મહિલા સાથે ઠગાઇ કરનાર સદસ્યના જામીન ના મંજુર

સવગઢમાં મહિલા સાથે ઠગાઇ કરનાર સદસ્યના જામીન ના મંજુર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્યનો પ્લોટ મહિલાને બતાવી બાનાખત કરી આપી છેતરપિંડી કરી હતી

સવગઢનાપ્લોટ મામલે મહિલા સાથે ઠગાઇ કરનાર ગ્રામ પંચાયતના સદસ્ય મુસ્તાકભાઇ સંઘાણીની જામીન અરજી કોર્ટે ના મંજુર કરી હતી.

સવગઢમાં ઠગાઇ સાથે વિશ્વાસઘાતના મામલે પ્રાપ્ત વિગત અનુસાર સવગઢ ખાતે રહેતી ઝુલ્ફાબેન મહેબુબભાઇ અરોડીયાએ વર્ષ 2013માં સવગઢ પંચાયતના સદસ્ય મુસ્તાકભાઇ જમાલભાઇ સંઘાણી પાસેથી રૂા.4 લાખમાં પ્લોટ વેચાણ લીધો હતો. તે દરમિયાન મુસ્તાકભાઇએ ઝુલ્ફાબેનને સરકારી ગામતળની જમીનમાં પ્લોટ બતાવી તે તેની માલિકીનો હોવા છતાં પણ રૂા.3.60 લાખ લઇ તા.5/10/13 ના રોજ બાનાખત કરી આપ્યો હતો. દરમિયાનમાં પંચાયતના સદસ્યએ ઝુલ્ફાબેન સાથે ઠગાઇ સાથે વિશ્વાસઘાત કર્યાનું ધ્યાને આવતા

અનુસંધાનપાના નં.8 પર...

તેમણેસમગ્ર મામલે તા.23 ડિસેમ્બરના રોજ હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સવગઢ ગ્રામ પંચાયતના સદસ્ય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે ઠગાઇ સાથે વિશ્વાસઘાતનો મામલો દર્જ કરી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી હતી.

સવગઢ ગ્રામ પંચાયતના સદસ્ય મુસ્તાકભાઇ સંઘાણીએ આગોતરા જામીન મેળવવા માટે તા.26 ડિસેમ્બરને 2014 ના રોજ હિંમતનગર ખાતેનાઅ સાબરકાંઠા જિલ્લા અધિકસત્ર ન્યાયાધીશ કુ.નિપાબેન ચંદ્રકાન્ત રાવલની કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી અન્વયે ન્યાયાધીશએ તા.16 જાન્યુઆરીના રોજ સવગઢની મહિલા સાથે ઠગાઇ અને વિશ્વાસઘાત કરનાર સવગઢના પંચાયત સદસ્ય મુસ્તાકભાઇ સંઘાણીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.