તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાડી ભાડે ફેરવવા લઇ જઇ પાછી નહીં આપી છેતરપિંડી, ફરિયાદ

ગાડી ભાડે ફેરવવા લઇ જઇ પાછી નહીં આપી છેતરપિંડી, ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાનાઆગિયોલ ગામના વ્યકિતની ઇનોવા ગાડી લોનના હપ્તા ભરવાની શરતે ફેરવવા લઇ ગયા બાદ પરત નહીં આપનારા બે શખસો સામે ગાંભોઇ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આગિયોલના અનવરભાઇ મહંમદભાઇ મનસુરીની ઇનોવા કાર (જીજે 6 ઇક્યુ 4663)ની ખાનગી પેઢીમાં લોન કરાવેલ હતી. અનવરભાઇની તબિયત સારી રહેતાં બેરણાં ગામના અબ્બાસભાઇ બચુભાઇ પઠાણ તથા રોહિતકુમાર દિનેશભાઇ પટેલે આવીને કહ્યુ હતું કે તમારી ગાડી અમો ફેરવીશુ અને લોનના હપ્તા પણ ભરીશુ તથા નફામાંથી તમને અડધો ભાગ આપીશુ. છેલ્લા બે વર્ષથી ગાડીના લોનના હપ્તા ભરી તથા નફા પેટે કશુ આપી ગાડી પરત માંગવા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગાંભોઇ પોલીસે બેરણાના બંને શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...