તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લામાં દિવસે ગરમી રાત્રે ઠંડી એક સપ્તાહ પછી હજુ ઠંડી વધશે

જિલ્લામાં દિવસે ગરમી-રાત્રે ઠંડી એક સપ્તાહ પછી હજુ ઠંડી વધશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે તાપમાન 16 ડિગ્રી પર આવી ગયું

જિલ્લામાંદિપાવલી બાદ શિયાળાનો પ્રારંભ થયો છે. જ્યાં શરૂઆતમાં ફૂલગુલાબી ઠંડી બાદ છેલ્લા પંદર દિવસથી રાત્રે અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં બે દિવસથી ગરમીના પારામાં આંશિક વધારો થઇ રહ્યો હોવાથી દિવસ દરમિયાન ગરમી લાગી રહી છે.પરિણામે મકાનો તેમજ ઓફિસોમાં પંખા ચાલુ કરવા પડી રહ્યા છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થતો હોઇ વાતાવરણમાં ગરમી વર્તાઇ રહી છે. જોકે, એક સપ્તાહ બાદ લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરશે. શનિવારે તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું

અન્ય સમાચારો પણ છે...