તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાણાં ઉપાડવા શહેરીજનો એકથી બીજા ATMનાં ચક્કર કાપતાં રહ્યા

નાણાં ઉપાડવા શહેરીજનો એકથી બીજા ATMનાં ચક્કર કાપતાં રહ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિરાશા | હિંમતનગરમાં 30 પૈકી 22 એટીએમનાં શટર પડેલાં રહ્યાં

બેંકોમાં રજાના કારણે રોકડની તંગીનો અનુભવ થતાં લોકોમાં આક્રોશ

નોટબંધીનેપગલે નાણાકીય કટોકટી ભોગવી રહેલા લોકોને ચોથા શનિવારની રજાના કારણે બેંકો બંધ રહેતાં તેમજ શહેરના 30 પૈકી 22 જેટલા એટીએમના દિવસ દરમિયાન શટર પડેલા રહેતાં લોકોએ નાણાં માટે બાઇ બાઇ ચારણીની જેમ ભટકવાનો વારો આવ્યો હતો.

નોટબંધી બાદ 18મા દિવસે શનિ અને રવિવાર એમ બે દિવસની બેંકમાં રજાને પગલે બેંક કર્મચારીઓને તો રાહત મળી છે. પરંતુ સતત રોકડ નાણાં ભીડની સમસ્યાથી ગ્રસ્ત લોકોની સમસ્યામાં વધારો થયો છે. મહિનાની આખરમાં સૌથી વધુ નાણાંની ખેંચ રહેતી હોય છે ત્યાં બેંકો દ્વારા પૂરતી રકમ નહીં મળતાં ભારે સમસ્યા ભોગવવી પડી રહી છે. શહેરના 30 પૈકી એસબીઆઇના 8થી 10 એટીએમને બાદ કરતાં દિવસ દરમિયાન તમામ એટીઅેમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જેની પાસે એટીએમ કાર્ડ નથી તેવા ગ્રામ્ય વિસ્તારના લોકોને રવિવારે પણ બેંકો બંધ રહેનાર હોઇ મુશ્કેલીનો સામનો કરવો પડશે.આવી કરામત અજમાવે છે ગ્રાહકો

બેંકો દ્વારા મોટાભાગે રાત્રે કેશ કરન્સી ડાઉનલોડ કરવામાં આવે છે. આથી લોકો રાત્રે બાર વાગ્યાની આસપાસ એટીએમ પહોંચી જાય છે અને તારીખના ફેરમાં બબ્બે વખત નાણાં કાઢી લે છે. જેને પગલે એટીએમની કેશ રાત્રે પૂરી થઇ જાય છે.

6થી 7 એટીએમ ફર્યો પણ નાણાં ના મળ્યા

^આજેનાણાં ઉપાડવા 6થી 7 એટીએમ ફર્યો પણ એક પણ ચાલુ હોઇ પૈસા મળ્યા નથી, આવી હાલત અન્ય શહેરીજનોની પણ થઇ હતી. > જાવેદમનસુરી, હિંમતનગર

મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા પડ્યા

^ચાલુદિવસે એટીઅમ બંધ હોય તો લોકો બેંકમાં જઇને વ્યવહાર કરી શકે, પણ બેંકોમાં રજા હોય ત્યારે એટીએમ બંધ હોય તે યોગ્ય નથી. હાલમાં લગ્ન સિઝન ચાલતી હોઇ પૈસાની જરૂર રહે છે. મારે મિત્રો પાસેથી ઉછીના લેવા પડ્યા. > રાહુલપટેલ, યુવાન

અેટીએમ બંધ હોઇ ખાલી હાથે જવું પડશે

^બેંકોબે દિવસ બંધ રહેવાની હોઇ એટીએમ ઉપર ભારણ વધશે તેવુ જાણવા છતાં બેંકો દ્વારા કોઇપણ જાતનું આગોતરું આયોજન કરાયું નથી, જેના કારણે મારા જેવા અનેક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. > જયરામભાઇદેસાઇ, શહેરીજન

હિંમતનગરના સિવિલ રોડ પર આવેલા એટીએમો શનિવારે બપોરે 1થી 3 દરમિયાન બંધ હાલતમાં હતા.

અન્ય સમાચારો પણ છે...