• Gujarati News
  • National
  • હિંમતનગર ચિલોડા નેશનલ હાઇવે બિસ્માર

હિંમતનગર-ચિલોડા નેશનલ હાઇવે બિસ્માર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરથી ચીલોડા જતો રાષ્ટીય ધોરી માર્ગ નં.હા-8 ભારે ભારે વરસાદને લઈ ઠેર-ઠેર મસમોટા ખાડા અને જીવલેણ ભુવા પડ્યા છે. જે વાહનચાલકો માટે ખતરો બનાવી રહ્યો છે. દ્વિચકી વાહનચાલકો માટે ખાડા વધુ જોખમી છે. ચિલોડાથી હિમતનગર 50 કી.મી.નું અંતર કાપતા લગભગ 2 કલાકથી વધુ સમય લાગે છે.જ્યાં અસંખ્ય ખાડા પડી ગયા છે. જેનાકારણે વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્ય છે. અંગે કતપુર ટોલપ્લાઝાની મેનેજર મહાવીરસિંગને પૂછપરછ કરતાં તેમને જણાવ્યું હતું કે, સમસ્યા ટોલપ્લાઝામાં આવતી નથી. અલગ ડિમાર્ટમેન્ટ છે. નેશનલ હા.ઓથોરીટી જવાબદારી છે. અહી રાત્રે પસાર થતાં વાહનચાલકો બહુ પરેશાની ભોગવી રહ્યા છે. અા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી જેના કારણે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવા ખાડા મોટો થતાં જાય છે.તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...