તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાબરકાંઠા જિ.માં વિભાજનવાળી 28 ગ્રામ પંચાયતોમાં આજે મતદાન

સાબરકાંઠા જિ.માં વિભાજનવાળી 28 ગ્રામ પંચાયતોમાં આજે મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લાની વિભાજનવાળી 28 ગ્રામ પંચાયતોમાં રવિવારે મતદાન યોજાનાર છે. મતદાનની પૂર્વ સંધ્યાએ ચૂંટણીવાળા ગામોમાં છેલ્લી ઘડીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો હતો. ગ્રામ પંચાયતોમાં ઇવીએમના માધ્યમથી મતદાન થનાર છે અને મંગળવારે 13મી જૂને મતગણતરી હાથ ધરાશે.

જિલ્લાના વિજયનગર તાલુકાની 8 ગ્રા.પં., હિંમતનગર તાલુકાની 8 ગ્રા.પં., ઇડર-પ્રાંતિજ તાલુકાની એક-એક મળી કુલ 28 વિભાજનવાળી ગ્રામ પંચાયતોમાં રવીવારે સરપંચ અને વોર્ડ સદસ્ય માટે મતદાન થનાર છે.

હિંમતનગરને અડીને આવેલી સવગઢ ગ્રામ પંચાયતનુ વિભાજન થતા અસ્તિત્વમાં આવેલ સવગઢ, ઝહીરાબાદ અને માલીવાડ ત્રણ નવી ગ્રામ પંચાયતના કુલ 32 વોર્ડ પૈકી 20 વોર્ડની બેઠકો બિનહરીફ થઇ રહી છે, જ્યારે ઝહીરાબાદમાં બે વોર્ડમાં ઉમેદવારી થતા ચૂંટણી યોજાનાર નથી. સરપંચની ત્રણ બેઠક અને વોર્ડની 10 બેઠક માટે ત્રણેય પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે. માલીવાડ પંચાયતમાં સરપંચ અને વોર્ડની બે બેઠક, ઝહીરાબાદ પંચાયતમાં સરપંચ અને વોર્ડની બે બેઠક તથા સવગઢ પંચાયતમાં સરપંચ અને વોર્ડની બે બેઠક માટે ચૂંટણી યોજાનાર છે. ત્રણેય પંચાયતો હિંમતનગરને અડીને આવેલી હોવાથી રસાકસીભર્યા જંગ જામનાર છે.

ઝહીરાબાદ ગ્રા.પં.ની સરપંચ બેઠક મહિલા સીટ છે, ત્યારે નસીમબાનુ મેમણ અને ઝરીનાબાનુ મનસુરી વચ્ચે જંગ જામ્યો છે. સવગઢમાં સરપંચ માટે સાજીદ રેવાસીયા, મહમદ ગોરા અને વલીભાઇ મરોડીયા વચ્ચે ત્રિકોણીય જંગ જામશે.

સવારે 8થી મતદાન, ઇવીએમનો ઉપયોગ કરાશે, મંગળવારે ગણતરી

પ્રતિષ્ઠા | સવગઢ, ઝહીરાબાદ અને માલીવાડમાં રસાકસીભર્યો જંગ

અન્ય સમાચારો પણ છે...