તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇડર, મેઘરજ, ધનસુરા, મોડાસા, વિજયનગરમાં ઝાપટાંથી ગરમીમાં રાહત

ઇડર, મેઘરજ, ધનસુરા, મોડાસા, વિજયનગરમાં ઝાપટાંથી ગરમીમાં રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાના પ્રથમ વરસાદમાં નીચાણના વિસ્તારોમાં પાણી ભરાયાં


શુક્રવારેમધરાતથી સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સાર્વત્રિક અને ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઇડર, પ્રાંતિજ અને પોશીનામાં અડધો ઇંચ પડ્યો હતો. વાવણીલાયક વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, હજુ ત્રણેક દિવસ વરસાદી માહોલ જળવાઇ રહેશે.

ખેડબ્રહ્મામાં શુક્રવારની રાત્રે 11 વાગે શરૂ થયેલ વરસાદે એક કલાકમાં 56 મી.મી. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. એક કલાક પડેલા વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.

અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને ધનસુરા વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે વરસાદનું પવન સાથે આગમન થતાં ગરમીમાં શેકાઈ રહેલા લોકોએ મહદઅંશે રાહત થઇ હતી. મોડાસા તાલુકાના મોટી ઈસરોલ, વરથું, લીંભોઇ, કાબોલા તેમજ વોલવા પંથક અને ધનસુરા પંથકના ગામો તેમજ મેઘરજ પંથકમાં વરસાદનું આગમન થયું હતું.

વડાલી તાલુકામાં શુક્રવારે રાત્રે 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસતાં ઠેર-ઠેર પાણી ભરાતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દિવસ દરમિયાન ગરમી બાદ રાત્રે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે વીજળી ડૂલ થતાં લોકોને રાત અંધકારમાં વિતાવવી પડી હતી.

વિજયનગર પંથક અને દક્ષિણી રાજસ્થાનના ખેરવાડા, ઝાડોલ વિસ્તારમાં શુક્રવારે દિવસ દરમ્યાન ગરમી અને ઉકળાટથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રાત્રે આઠેક વાગ્યા બાદ મેઘરાજાએ વાવાઝોડા સાથે પધરામણી કરી હતી, જેમાં અડધો કલાક ઝાપટાં પડતાં અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત થઇ હતી.

વરસાદથી વડાલી અને ખેડબ્રહ્મામાં પાણી ભરાઇ ગયા હતા. તસવીર- નિતુલ પટેલ, અમૃત સુથાર

અન્ય સમાચારો પણ છે...