• Gujarati News
  • National
  • CRC અને BRC ને પુન: શિક્ષક તરીકે મૂકવાનો કેમ્પ મોકૂફ કરાયો

CRC અને BRC ને પુન: શિક્ષક તરીકે મૂકવાનો કેમ્પ મોકૂફ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સી.આર.સી.,બી.આર.સી. તરીકે ફરજ બજાવનાર તમામને પુન: શિક્ષક તરીકે જે તે શાળામાં મૂકવા માટે 30મી માર્ચે રાખવામાં આવેલ કેમ્પ મોકૂફ રાખવા નાયબ શિક્ષણ નિયામકે પરીપત્ર કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને જાણ કરી છે.

બી.આર.સી., સી.આર.સી., યુ.આર.સી.ની પ્રતિનિયુકિત રદ કરી ફરીથી શિક્ષક તરીકે ફરજ બજાવવા મોકલી આપી નવેસરથી સી.આર.સી., બી.આર.સી.ની નિમણૂકો કરવા રાજય સરકારે નિર્ણય લીધા બાદ આખોયે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ સી.આર.સી., બી.આર.સી.ના યુનિયને સરકાર સાથે વાટાઘાટો પણ કરી હતી. પરંતુ સરકારનો નિર્ણય બદલાયો હતો અને શિક્ષણ વિભાગ દ્વારા તા.20/3/17 ના રોજ તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સી.આર.સી., બી.આર.સી., યુ.આર.સી.ને પ્રાથમિક શિક્ષણ તરીકે પુન: સમાવવા તા.30/3/17 ના રોજ કેમ્પ રાખવા સૂચના આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે, મામલો કોર્ટમાં ગયો હોવાથી અને તા.24/3/17ની મુદ્ત અન્વયે કોર્ટ દ્વારા અંગેનો ચુકાદો નાયબ શિક્ષણ વિભાગ નિયામકને મળ્યો હોવાથી તા.30/3/17 ના રોજ સી.આર.સી., બી.આર.સી.ને પુન: શિક્ષક તરીકે મૂકવાનો કેમ્પ હાલ પૂરતો મૂલતવી રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં 24મી માર્ચના રોજ કાંકણોલમાં 5 બી.આર.સી. અને 40 સી.આર.સી.ની ખાલી જગ્યાઓ ભરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...